Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

પાટણમાં રખડતા આખલાનો આતંક: આખલાની લડાઈમાં 10થી વધુ વાહનો અને ખાણીપીણીની લારીઓને નુકસાન

શહેરના કોહિનુર સિનેમા પાસે રસ્તા પર બે માતેલા સાંઢ બાખડયા

પાટણ શહેરમાં આખલાઓનો આતંક યથાવત છે. શનિવારે મોડી રાત્રે બે આખલાઓએ પાટણના રસ્તા પર એવો આતંક મચાવ્યો કે, તેમણે રોડ પર પાર્ક કરેલા 10 થી વધુ વાહનોનો કચ્ચરધાણ કાઢી નાંખ્યો હતો.

પાટણ શહેરના કોહિનુર સિનેમા પાસે રસ્તા પર બે માતેલા સાંઢ બાખડયા હતા. આ લડાઈ લાંબા સમય સુધી ચાલી હતી. આખલાની લડાઈ માં 10થી વધુ વાહનો અને ખાણીપીણીની લારીઓને નુકસાન પહોંચ્યુ હતું. એક જ રાતમાં માતેલા સાંઢે પાર્ક કરાયેલા વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ. 

(11:33 pm IST)