Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

આરિફ તુમ્હારા પુરા હક હૈ, મુજે પરેશાન કરને કા પર મેં ગલત નહીં હું: આઈશાનો છેલ્લો પત્ર

આરોપી પતિ આરીફના રિમાન્ડ પૂર્ણ :પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહિ કરતા કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

અમદાવાદ : આઈશા આપઘાત કેસમાં એક પછી એક વળાંક સામે આવી રહ્યા છે. આજે આરીફના રિમાન્ડ પુરા થઈ જતા તેને ફરી એકવાર કોર્ટમાં હાજર હાજર કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસે રિમાન્ડની માંગણી ન કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટે આદેશ કર્યો છે. જો કે આજે વધુ એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે.જેમાં આઈશાએ તેના પતિ આરીફને ચિઠ્ઠી પણ લખી હતી. જે ચિઠ્ઠી મોતને વ્હાલ કરતા પહેલા તે લખી હોવાનું સામે આવી રહ્યું છે.

આઈશા આપધાત કેસમાં આરોપી પતિ આરીફના આજે રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે. જેથી પોલીસ દ્વારા તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જયાં પોલીસે તેના રિમાન્ડની માંગણી કરી ન હતી જેથી કોર્ટ દ્વારા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટે આદેશ કર્યો છે. ત્યારે આઈશાના વીડિયો બાદ પતિ આરિફ માટે વધુ એક અંતિમ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આઈશાનો કેસ લડી રહેલ તેના વકીલે આઈશાએ આપઘાત પહેલા લખેલ એક પત્ર પણ રજૂ કર્યો છે. જેમાં તેણે પોતાના પતિ સાથે કોઈ દગો ન કર્યો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે અને તે ગર્ભવતી હતી ત્યારે તેના સાસરિયાવાળાઓએ તેને એક રુમમાં બંધ કરી દીધી હતી અને 4 દિવસ સુધી તેને જમાવાનું પણ આપ્યુ ન હોવાનું પત્રમાં ઉલ્લેખ કર્યો છે. વધુમાં આ ચિઠ્ઠીમાં આઈશાએ જણાવ્યું હતું કે, આરિફ તુમ્હારા પુરા હક હૈ, મુજે પરેશાન કરને કા પર મેં ગલત નહીં હું.

કોર્ટમાં આરિફને રજૂ કરાતા પહેલા આઈશાના વકીલે એક પત્ર રજૂ કર્યો હતો, જે આઈશાએ આરિફ માટે લખ્યો હતો. આઈશાએ પત્રમાં માય લવ આરુ(આરિફ)થી શરૂઆત કરી હતી. પત્રમાં આઈશાએ આરિફને સંબોધીને લખ્યું હતું કે, ઘણી એવી વાતો છે જે મેં નથી કરી, મને બહુ ખોટું લાગ્યું કે તે તારી કરતૂતો છુપાવવા મારું નામ આશીફ સાથે જોડી દીધું. આશીફ મારો બેસ્ટ ફ્રેન્ડ અને બેસ્ટ ભાઈ જ છે. 4 દિવસ રૂમમાં બંધ હતી ત્યારે ખાવા માટે પણ કોઈ પૂછવા ન આવ્યું નહોતું. હું પ્રેગનેન્ટ હતી ત્યારે પણ તું ખુબ મારતો હતો જેના કારણે લિટલ આરૂ(આરિફ)ને વાગ્યું જેથી હું તેના પાસે જાવ છું. મેં ક્યારેય તને દગો નથી આપ્યો. તે હસતી રમતી 2 જિંદગી ઊઝાડી દીધી. સોરી આઇ લવ યુ કુકુ. હું ખોટી ન હતી, ખોટો તારો સ્વભાવ હતો. તારી આંખો પર હું ફીદા છું કેમ એ તો હું આવતા જન્મમાં જ કહીશ. આટલું લખીને પત્રના અંતમાં લવ યુ યોર વાઈફ આઈશા આરિફ લખ્યું છે.

અમદાવાદની 23 વર્ષીય યુવતી આયશા મકરાણી આપઘાત માટે દુસ્પ્રેરણ કેસમાં ધરપકડ કરાયેલા તેના પતિ – આરીફ ખાનના રિમાન્ડ પુરા થતાં શનિવારે ફરીવાર તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરવાના આવ્યો હતો જોકે પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા આરોપીને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.

  6 માર્ચના રોજ ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતા આરોપી – આરીફ ખાનને ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે આરોપીનો ફોન કબ્જે કરી લીધો છે

(7:28 pm IST)
  • ગુજરાત સહિત ૪ રાજ્યોમાં આવતા લોકો માટે રાજસ્થાન સરકારે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજીયાત બનાવ્યો પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ગુજરાતથી આવતાં લોકો માટે રાજસ્થાન સરકારે કોવિદ નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ ચારેય રાજ્યોમાં કોરોના કેસો તાજેતરના સમયમાં વધતા જતા માલુમ પડ્યા છે. access_time 11:05 am IST

  • અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં 10 કરોડ પરિવારોએ રૂ. 2500 કરોડની જંગી સહાય આપી છે - રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ access_time 8:22 pm IST

  • ટીમ ઈન્ડિયા ૩૬૫ રનમાં ઓલઆઉટઃ સુંદર (૯૬ રન નોટઆઉટ) સદી ચૂકયો : ૧૫૮ રનની મહત્વની લીડ : અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ૧૧૪.૪ ઓવરમાં ૩૬૫ રન બનાવી ઓલઆઉટ થયુ છે : સુંદર અને અક્ષર પટેલે શાનદાર બેટીંગનું પ્રદર્શન કરી ભારતને વિનીંગ પોઝીશનમાં લાવી દીધુ છે : કમનસીબે અક્ષર પટેલ ૪૩ રને આઉટ થયા બાદ ઈશાંત અને સિરાજ પણ આઉટ થઈ ગયા હતા : સુંદર સદી ચૂકી જતા નિરાશ થયો હતો તે ૯૬ રને નોટઆઉટ રહ્યો હતો : ઈંગ્લેન્ડના બોલરો સ્ટોકસ ૪, ઍન્ડરસન ૩, લીચને ૨ વિકેટ મળી છે : ભારતને ૧૫૮ રનની મહત્વની લીડ મળી છે access_time 11:35 am IST