Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

સુરતના અડાજણ વિસ્તારમાં વીજ કરંટ લાગતા 20 વર્ષીય શખ્સનું કમકમાટીભર્યું મૃત્યુ

સુરત: શહેરની નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાલનપુર જકાતનાકા પાસે આવેલી હિદાયનગર સોસાયટીમાં રહેતો 20 વર્ષીય અમન હુસેન અનવર અલી ગત તારીખ 3 એ સાંજે અડાજણના ન્યુ એલ.પી.સવાણી રોડ પર મોનાર્ક રેસિડેન્સીમાં ઈલેક્ટ્રીકનું કામ કરતો હતો. 

તે સમયે તેને ઇલેક્ટ્રિક કરંટ લાગતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તે મોતને ભેટ્યો હતો આ અંગે અડાલજ પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:58 pm IST)