Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

લાખો રૂપિયાની ચોરી કરી બીજા રાજયમાં જઈ બેંકમાં જમા કરાવી મંદિરે જઈ ભગવાનની માફી પણ માગે

 આ ચોરને કોઈ પણ ભોગે પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ ટીમને સતત માર્ગદર્શન આપનાર સુરતના પોલીસ કમિશનર અજય તોમર કહે છે કે આ ચોરની ચાલાકી કરતા લોકોની બેદરકારી ચડે તેમ છે :સુરતના મિલ માલિકના ઘેર નોકર બની ૬ લાખની ચોરી કર્યાં બાદ મોંઘામાં મોંઘા સર્જન પાસે હરસનું ઓપરેશન કરાવનાર આ તસ્કર અત્યાર સુધીમાં પોણો ડઝન જેટલા ઉધોગપતિઓને શિકાર બનાવ્યા છે

રાજકોટ તા.૫, પોણો ડઝન વખત ઘર નોકર બની લાખો રૂપિયાની ચોરીઓ કરી રાજય બહાર નાસી રાજસ્થાન સહિત વિવિધ બેન્કોમાં લાખોની રકમ જમા કરાવવી અને ત્યારબાદ દરેક વખતે ભગવાન પાસે મારી આ છેલ્લી ચોરી છે તેમ કહી માફી માગતા એક અનોખા ચોરને સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા આ તસ્કરે મોટા ઉદ્યગપતિઓને પોતાના જ સમાજનો હોવાનું જણાવી શિશામાં ઉતારી દીધાની રસપ્રદ કથા બહાર આવી છે. 

ઉકત બાબતે જેમના માર્ગદર્શનમાં સુરત સીટી ક્રાઇમ બ્રાન્ચ એડિશનલ સીપી શરદ સિંઘલ ડીસીપી 'રાહુલ' પટેલ તથા એપી આર.આર.સરવૈયા ટીમ દ્વારા સફળતા હાંસલ કરી છે અને આ ચોરને કોઈ પણ ભોગે ઝડપવા માટે ખૂબ સક્રિય રસ દાખવેલ તેવા સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે અકિલા સાથેની વાતચીતમાં બીલકુલ સપસ્ટ રીતે જણાવેલ કે એવા કિસ્સામાં ચોરની હોશિયારી કરતા લોકોની બેદરકારી વધુ કારણ ભૂત છે.  વારંવાર અમો અખબારો ટીવી વિગરે માધ્યમો દ્વારા કોઈને પોતાને ત્યાં નોકરી પર રાખતા પહેલા પોલીસ વેરીફીકેશન કરાવવું ખૂબ જ જરૂરી હોવાનું ગાઈ બજવીને કહેવામાં આવે છે આમ છતાં લોકો અજાણ્યા પર વિશ્વાસ કરી પછી પસ્તાઈ છે. આવી બેદરકારી ખૂબ મોંઘી પડે છે આ કિસ્સામાં પણ મે ઊંડો અભ્યાસ કર્યો અને તેનું તારણ પણ આજ  નીકળ્યું છે. હું ફરી લોકોને પોતાને ત્યાં નોકર કે ઘરઘાટી રાખતા પહેલા વેરીફીકેશન કરાવે જેથી આવી સમસ્યા ઉભી ન થાય અને ગુન્હો બન્યા પહેલા આવા તસ્કરો પોલીસના સકંજામાં આવી જાય.    

 મોટો હાથ મારી રાજય બહાર ભાગી જવાની જેની ગુન્હો કરવાની પોલીસની ભાષામાં કહીએ તો મોડેશ ઓપરેન્ડી છે તેવા આ રીઢા તસ્કર જયંતીલાલ ઊર્ફે કમલેશ ઓડેલ દ્વારા આ વખતે પણ ડાઈંગ મિલ માલિક શ્રી ગર્ગ ને ત્યાં ૬ લાખનો નોકર બની હાથ માર્યા બાદ પોતાનું હરસની તકલીફનું મોંઘામાં મોંઘા સર્જન પાસે ઓપરેશન કરાવ્યું હતું.  જયંતીલાલ ઊર્ફે કમલેશ લોકડાઊન દરમિયાન ફ્લાય ઓવર બ્રિજ નીચે પડ્યો રહેતો અને સ્વૈચ્છિક સંસ્થાના દ્વારા મળતો ખોરાક ઝાપટી મજા કરતો.

સુરત ક્રાઇમ બ્રાન્ચના ઝીણવપૂર્વકની તપાસમાં આ રીઢા તસ્કર પોતાની વાતમાં બીજાને ભોળવી વિશ્વાસ કેળવવામાં પણ માસ્ટર હતો. મોટા મિલ માલિકો કે ઉદ્યોગ ગ્રહોના ડ્રાઇવરો સાથે મિત્રતા કેળવી તેમને વારંવાર નાસ્તો અને ચાપાણી પીવડાવી દોસ્તી બાંધી પોતાને તેમના શેઠના ઘેર નોકરી અપવવા વિનંતી કરતો. શેઠના અંગત ડ્રાઇવર કે સ્ટાફ પણ જયંતીની ખૂબ તારીફ કરી નોકરી અપવી દેતા.આમ ખુબ રસપ્રદ કથા પ્રકાશમાં આવી છે. (૪૦.૧૪)

અજય તોમર

  પોલીસ કમિશનર સુરત

(3:39 pm IST)