Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

નાંદોદના રાજપરામાં બાઈક સવાર પાસે સોનાની ચેઇન અને રોકડ મળી 30 હજારની લૂંટ થતા ચકચાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપરા ગામના જીતેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ પોતાના ખેતરેથી મો.સા.લઈને પોતાના ઘરે જતો હતો તે વખતે સાંજે 6 વાગ્યાના અરસામાં રાજપરા ગામની સીમમાં ઉમરવા ત્રણ રસ્તા પાસે ત્રણ મો.સા.ઉપર આવેલ સાત અજાણ્યા શખસોએ તેમની મો.સા.રોકીને માર મારી તેમણે ગળામાં પહેરેલ સોનાની ચેઈન આશરે ૧૫ ગ્રામ કિ રૂા.૧૩૦૦૦ની તોડી લઈ તથા ખિસ્સામાં રાખેલ રોકડા રૂપિયા ૧૭000 કાઢી કુલ રૂા.30000ના મુદ્દામાલની લુટ કરી નાશી જતા જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે અજાણ્યા સાત લૂંટારાઓને શોધવા આમલેથા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(8:59 pm IST)