Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

અમદાવાદમાં ફાયર NOC ન લેનારા બે મલ્ટીપ્લેક્સ અને પાંચ સિનેમાગૃહને નોટિસ ફટકારી : સીલ કરવાની તૈયારી

ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટે સપાટો બોલાવ્યો : નવ સ્કૂલોને પણ ફાયર સેફટી મુદ્દે નોટિસ ફટકારી

અમદાવાદ: AMCના ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ દ્વારા સપાટો બોલાવ્યો છે. અમદાવાદમાં ફાયર NOC ન લેનારા બે મલ્ટીપ્લેક્સ અને પાંચ સિનેમાગૃહને નોટિસ ફટકારી છે અને સીલ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ સિવાય નવ સ્કૂલોને પણ ફાયર સેફટી મુદ્દે નોટિસ ફટકારી છે. આ સ્કૂલો સામે પણ કાર્યવાહી કરાશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફાયર સેફટીના મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં નિયમ મુજબ તમામ કોર્મશીયલ અને બહુમાળી ઇમારતોએ ફાયર એનઓસી લેવી અને દર વર્ષે રીન્યુ કરાવવી ફરજીયાત છે પણ કેટલીય ઇમારતોના સંચાલકો કે માલિકો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. આજે અમદાવાદ મ્યુનિ. એ બે મલ્ટીપ્લેક્સ અને પાંચ સિનેમા ગૃહને ફાયર સેફટી મુદ્દે નોટિસ આપી છે. સીલ કરવાની તૈયારી શરૂ કરી છે. આ સિવાય નવ સ્કૂલો જેવી કે, 1. સરસપુરની એનકે પ્રી સ્કૂલ 2. રિલીફ રોડની નૂતન પ્રકાશ સ્કૂલ, 3. શાહીબાગની ગીતાજલી સ્કૂલ, 4. ખાનપુરની પ્રેયર્સ સ્કૂલ 5. મહાવીર નગર ની વિકાસ સ્કૂલ, 6. ઠક્કરનગર ની સી પી સ્કૂલ 7. પાલડીની પુલકિત સ્કૂલ 8. પાલડીની પુલકિત પ્રાથમિક સ્કૂલ અને 9. ચાંદખેડાની જાગૃતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલને નોટિસ આપી છે.

આ સિનેમાગૃહ અને મલ્ટીપ્લેક્સને નોટિસ

1. કે સેરા સેરા મલ્ટીપ્લેક્સ, એસજી હાઇવે
2. શીતલ સિનેમા, ગોમતીપુર
3. અંબર સિનેમા, બાપુનગર
4. મીરા સિનેમા, મણિનગર
5. હન્જર સિનેમા, સરસપુર
6. સીટી પ્લસ, મકરબા
7. કાર્નિવલ સિનેમા, હિમાલયા મોલ

(6:39 pm IST)