Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

વડોદરાના ગોરવા વિસ્તારમાં અગમ્ય કારણોસર પંખા પર લટકી યુવાને આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષના યુવકે અગમ્યકારણોસર પોતાના ઘરે જ પંખા પર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો  હતો.જ ેઅંગે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,ગોરવા ભાઇલાલ મેરેજ હોલ પાસે ઓમ ફ્લેટમાં રહેતો ૩૪ વર્ષનો અભિષેક અનિલભાઇ ભાંડે ખાનગી કંપનીમાં નોકરી કરે છે.તેની પત્ની ઘરેથી ટિફિન બનાવી લોકોને આપે છે.તેની પત્ની થોડાસમય પહેલા પુત્રને લઇને પિયર ગઇ  હતી.ગત ૨ જી તારીખે પતિ અને  પત્ની વચ્ચે વાત થઇ હતી.બીજે દિવસે સવારે પત્નીએ ઉપરાછાપરી ફોન કર્યા હતા.પરંતુ,અભિષેકે ફોન રિસિવ કર્યો નહતો.જેથી,તેની પત્ની ઘરે આવી હતી.પરંતુ,દરવાજો અને જાળી બંધ હતા.અભિષેકે દરવાજો ખોલતો ન હોય,પત્નીએ સગા સંબંધીને જાણ કરીને બોલાવ્યા હતા.અને કટરથી ગ્રીલ કાપીને દરવાજો ખોલ્યો હતો.અંદર જઇને જોયુ તો અભિષેકે ફાંસો ખાઇ લીધો હતો.જે અંગે ગોરવા પોલીસને જાણ કરવામાં આવતા હે.કો.શૈલેષભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.પરંતુ,આપઘાતનું કારણ હજી જાણી શકાયુ નથી.

(5:48 pm IST)