Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

હત્યાના આરોપીનો TRB જવાન ઉપર છરાથી હુમલો

ઘટનાનો વીડિયો વાયરલ થયો : છરાથી હુમલો કરવાના પ્રયાસ કરી નાસી છુટેલા શખ્સ પાછળ જવાન જરાયે પરવાહ કર્યા વગર ડંડો લઈનો દોડ્યો

સુરત,તા. : સુરત શહેરમાં લુખ્ખા તત્વો જાણે બેફામ બની ગયા હોય અને પોલીસનો ડર હોય તેવો માહોલ સર્જાયો છે. સામાન્ય માણસ તો ઠીક પરંતુ હવે આવા તત્વોની લુખ્ખાગીરીનો ભોગ પોલીસ અને ટ્રાફિકના જવાનો પણ બન્યા છે. સુરત શહેરમાં બુધવારે રાત્રે ઘટેલી ઘટનાનો એક આવતા ચકચાર મચી ગઈ છે. ડીંડોલી વિસ્તારમાં એક મોપેડ સવાર ત્રણ વ્યક્તિ જઈ રહ્યા હતા. દરમિયાન તેમનું મોપેડ સ્લીપ થતા ટીઆરબી જવાન દોડી ગયા હતા ત્યારે તે પૈકીના એક વ્યક્તિએ છરો કાઢીને જવાનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુરતના બહાદુર જવાનો ડર્યા વગર ડંડા લઈને તેમની પાછળ દોડ્યા હતા. ઘટનાનો લાઈવ ફિલ્માવાયેલો વીડિયો સામે આવ્યો છે. સુરત શહેરના  ડિંડોલી વિસ્તારમાં આવેલા સાંઈ પોઈન્ટ નજીક ટીઆરબી જવાન પર છરા વડે હુમલાનો પ્રયાસનો વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.

          જોકે બાબતે ટ્રાફિક પીએસઆઈ વીવી ત્રિપાઠી જણાવ્યું હતું કે ઘટના બુધવારની મોડી સાંજની હતી અને મોપેડ સવાર ત્રણ જણા અકસ્માતે સ્લીપ થઈ ગયા બાદ પડી ગયા હતા. જેને લઈ પોલીસ સ્ટાફ દોડી ને બચાવ કામગીરી માટે ગયો હતો. પરંતુ મોપેડ સવાર ત્રણ પૈકી એક છરો કાઢી પોલીસ સ્ટાફ અને ફરજ પર હાજર ટી આર બી જવાન પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી સાવધાની પૂર્વક એનો પ્રતિકાર કરી પકડવાની કોસીસ કરી હતી. જોકે આરોપી મોપેડ પર ભાગી ગયા હતા. પરંતુ આખી ઘટના મોબાઈલ માં કેદ કરી લીધી હતી. ઘટના સંદર્ભે ડીંડોલી સાઈ પોઇન્ટના પોલીસ કર્મચારી જણાવ્યું હતું કે શુક્રવારના રોજ આરોપી ની ઓળખ થઈ જતા તેની સામે ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ટીઆરબી જવાન પર છરા વડે હુમલાનો પ્રયાસ કરનાર આરોપી રીઢો અને હત્યા કેસ નો હોવાનું બહાર આવ્યું છે.

(7:11 pm IST)