Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ગરૂડેશ્વરમાં પતિ પત્ની વચ્ચેના સામાન્ય જગડામાં લાગી આવતા પતિએ ફાંસો ખાઈ મોત વ્હાલું કરતા ચકચાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં પતિ પત્નીના જગડા માં પતિ એ ફાંસો ખાઈ લેતા પોલીસે ફરિયાદ દાખલ કરી છે
મળતી માહિતી અનુસાર ગરુડેશ્વર ની જોય સોસાયટીમાં રહેતા અમિતાબેન ભૂરસિંગભાઈ રાણા ની ફરિયાદ મુજબ તેમના પતિ ભુરસીંગ કસનભાઇ રાણા( ઉ.વ.ર ૬) ના ઓની દિકરી નામે દિવ્યા ઘરની બહાર જવા માટે રડતી હોય જેથી ભુરસીંગભાઇ તેમની દિકરી દિવ્યાને ગુસ્સો કરતા હોવાથી જેથી અમિતાબેને જણાવેલ કે , છોકરીને કેમ લડો છો તેમ કહેતા પતિ પત્ની વચ્ચે સામાન્ય બોલા ચાલી થતા ભુરસીંગભાઈ રાણા ને મનમાં લાગી આવતા પોતાની જાતેજ ગળે ફાંસો ખાઇ લેતા આ બાબતે ગરુડેશ્વર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:05 pm IST)