Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં બાઈક અથડાવવાના મુદ્દે થયેલ તકરારમાં પાઇપથી હુમલો કરવામાં આવતા બને પક્ષો વિરુદ્ધ સામસામે ફરિયાદ

વડોદરા: કિશનવાડીમાં બાઇક અથડાવાના મુદ્દે તકરાર થતા પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો.જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.

ફતેપુરા મંગલેશ્વર ઝાંપા  પાસે રહેતા રાવજીભાઇ જેઠાભાઇ સોલંકીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા.૩ જી એ રાતે જમીને હું મારા ઘરે ઊંઘતો હતો.અને મારો દીકરો સચિન તથા તેની પત્ની કાજલ અમારા  ઘરની બહાર ગણપતિ બાપાના મંદિર પાસે બેઠા હતા.તે સમયે અમારા મહોલ્લામાં રહેતા ગૌરાંગભાઇ સોલંકી તેની પત્ની સાથે બાઇક પર આવતો હતો.ત્યારે અમારા મહોલ્લામાં રહેતા વિદ્યાબેન સાથે બાઇક અથડાતા વિદ્યાબેને તેને બાઇક જોઇને ચલાવવા કહ્યું હતું.જેથી,ગૌરાંગ અને તેની પત્ની વિદ્યાબેન સાથે તકરાર કરતા હતા.તે જોઇને મારા દીકરાની વહુ કાજલબેન છોડાવવા માટે વચ્ચે પડી હતી.ગૌરાંગના પરિવારજનો દોડી આવતા તેઓએ પણ ઝઘડો શરૃ કર્યો હતો.કાજલને કોઇએ માથા પર હુમલાખોરોએ કોઇ વસ્તુ મારી દેતા ઇજા થઇ હતી.હું છોડાવવા વચ્ચે પડતા મને  પણ હાથ  પર પાઇપનો ફટકો મારી  દીધો હતો.

(6:00 pm IST)