Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

વડોદરા:ઘર આંગણે ઉભેલ મહિલાને ગાયે હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: ઘરની બહાર ઉભેલી મહિલાને ગાયે પાછળથી મારતા તેઓને પીઠ પર ઇજા થઇ હતી.તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ન્યૂ વી.આઇ.પી.રોડ બ્રહ્મનગરમાં રહેતા રૃપાબેન છોટનભાઇ ચૌધરી આજે બપોરે ઘરની બહાર ઉભા હતા.તે સમયે એક ગાયે પાછળથી તેઓને ભેંટી મારતા તેેઓ જમીન પર પટકાયા હતા.રૃપાબેને બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા.અને તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.જ્યાં તેઓની હાલત સુધારા પર છે.રૃપાબેનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં જ ઢોરવાડો છે.આ અંગે અમે ઘણી વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે.પરંતુ, અમારી ફરિયાદ કોઇએ ધ્યાને લીધી નથી.

(6:00 pm IST)