Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

નડિયાદમાં આવેલ ટીચર્સ કંપાઉન્ડમાંથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ શખ્સની અટકાયત કરી

નડિયાદ : ખેડા-નડિયાદ એલ.સી.બી ટીમે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ટીચર્સ કંપાઉન્ડમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો છે.મૂદ્દામાલ સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે.

મળતી વિગતો અનુસાર ખેડ-નડિયાદ એલ.સી.બી ની ટીમ શનિવારની ઢળતી સાંજે પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે નડિયાદ શહેરના મીશનરોડ પર આવેલ ટીચર્સ કંપાઉન્ડમાં રહેતા હસમુખભાઇ મેકવાન પોતાના ઘરમાં તેમજ મિત્ર હાર્દિક રાઠોડના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે.જે અનુસંઘાને સ્થાનિક પોલીસે બાતમી આધારિત સ્થળે દરોડો પાડયો હતો.જેમાં હસમુખભાઇ મેકવાનના ઘરની તલાસી લેતા તે ઘરે હાજર મળી આવ્યો ન હતો અને ઘરની તલાસી લેતા ઘરમાંથી કંશુ મળ્યુ ન હતુ.

આ બાદ પોલીસ ટીમે હસમુખભાઇના મિત્ર હાર્દિકના ઘરની તલાસી લેતા તેના ઘરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસ ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નં-૧૨ કિ.રૂા.૫૦૪૦ અને મોબાઇલ ફોન કિ.રૂા.૧૦,૦૦૦ એમ મળી કુલ રૂા.૧૫,૦૪૦ નો મૂદ્દામાલ સાથે હાર્દિક ઉર્ફે ભૂરીયો બાબુભાઇ રાઠોડને ઝડપી પાડયો હતો.આ બનાવ અંગે એલ.સી.બી ટીમે હસમુખભાઇ મેકવાન અને હાર્દિક ઉર્ફે ભૂરીયો બાબુભાઇ રાઠોડ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:21 pm IST)