Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

પ્રતાપનગરમાં ચાલતા વેફર ગૃહ ઉદ્યોગના મૅનેજરને નજીવી બાબતે માર મારી ધમકી આપનાર બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં ચાલતા વેફર ઉદ્યોગના મેનેજર સાથે માથાકૂટ થતા બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરીયાદ થઈ છે.
 મળતી માહિતી મુજબ જયશુખભાઇ કાનજીભાઇ કોરાટ (રહે.ઉમરવા જનતા ફળિયું તા.નાંદોદ) ની ફરીયાદ અનુસાર તેમની ઉમરવા ગામે આવેલ શ્રીજી વેફર્સ ગૃહ ઉધ્યોગના કમ્પાઉન્ડમાં નરેશભાઇ શાંતિભાઇ વસાવા મોટર સાયકલ લઈને આવતા ત્યાં શ્રીજી વેફર્સના ગૃહ ઉધ્યોગના મેનેજર મો.સા બહાર રાખવાનું જણાવતા તે ઉશ્કેરાઈ જઈ ગાળો બોલ્યા બાદ થોડી વારમાં ત્યાં નરેશભાઇ શાંતિભાઇ વસાવાને સાથે લઈ આવી જયસુખભાઈ ને અહી ધંધો કરાવવા નહી દઉં તેમ કહી ડંડાનો સપાટો મારી લોહી કાઢી ઇજા કરી તેમજ બીજાએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આમલેથા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:11 pm IST)