Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

અમદાવાદમાં ઓરીનો વધતો પ્રકોપઃ ઓરીના લક્ષણો દેખાય તો બાળકોને શાળાએ નહી મોકલવા વાલીઓને અપીલ કરતુ મ્‍યુનિસીપલ કોર્પોરેશન

- બાળકોમાં ઓરીના લક્ષણો દેખાય તો તુરંત નજીકના આરોગ્‍ય કેન્‍દ્રમાં મોકલવા તાકીદ

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો છે. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ તથા મ્યુનિસિપલ શાળાઓને તાકીદે સુચના આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ શહેરમાં છેલ્લા થોડા સમયથી ઓરીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે એએમસી એલર્ટ જોવા મળી રહી છે. AMCએ તાત્કાલિક શહેર, જિલ્લા, મ્યુનિસિપલ શાળાઓને તાકીદ કરી છે કે બાળકોમાં જો ઓરી રોગના લક્ષણ દેખાય તો તેને નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર માટે મોકલી તાત્કાલિક રજા આપી દો. સાથે જ વાલીઓને અપીલ કરી છે કે જે બાળકોને ઓરી થયા છે તેઓ જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી સ્કૂલે ના મોકલે.

(12:52 pm IST)