Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અમદાવાદ સિવિલના સ્પાઇન સર્જન દ્વારા અતિ ગંભીર ગણાતી સર્જરી કરીને ઈંદોરના દર્દીને નવજીવન આપ્યું

ઇન્દોરના 17 વર્ષીય સંદીપના ગળાનો મણકો સંપૂર્ણપણે ફરી ગયો હતો: પડકારજનક ઓપરેશન સફળતાપૂર્વક કર્યું

અમદાવાદ :અમદાવાદ સિવિલના સ્પાઇન સર્જન દ્વારા અતિ ગંભીર ગણાતી સર્જરી કરીને ઈંદોરના દર્દીને નવજીવન આપ્યું છે ઇન્દોરના 17 વર્ષીય સંદીપના ગળાનો મણકો સંપૂર્ણપણે ફરી ગયો હતો. ડાબી કે જમણી બાજુ નહીં બલ્કે તેના ગળાનો પહેલો અને બીજો મણકો ઘૂમી રહ્યો હતો. એટલાન્ટો એક્સીઅલ ડીસલોકેશન સર્જરી સિવિલ હોસ્પિટલના ડોકટરો માટે પણ પડકારજનક હતો. પરંતુ તેમણે સફળ શસ્ત્રક્રિયા કરીને ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડયું હતું.

ઇન્દોરમાં રહેતા 17 વર્ષીય સંદીપ 8 મહિના પહેલા એકાએક પડી જવાથી હલન-ચલનમાં તકલીફ પડવા લાગી હતી. ધાબા પરથી પડી જવાથી તેના ગળાના મણકામાં ગંભીર ઇજા થઇ હતી. જેના કારણે તેનો પરિવાર ખૂબ જ ચિંતિત હતો. ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન કરતુ હતું. આ પરિવાર પોતાના દિકરાની ઇજાની સારવાર માટે ઇન્દોરની સરકારી તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં ઠેર-ઠેર ધક્કા ખાધા હતા, પરંતુ બધા તબીબોએ સર્જરી કરવાની ના પાડી દીધી હતી.

 

અન્ય એક તબીબે સર્જરી માટે તૈયારી દાખવી તો તે અતિ ખર્ચાળ હતી. જે આ ગરીબ પરિવારને પરવડે તેમ ન હતુ. એવામાં સંદીપના સગા ઇન્દરભાઇ કે જેઓએ અગાઉ 3 થી 4 વખત ઇન્દોરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવીને તેમના ઓળખીતા દર્દીઓની સારવાર સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં કરાવી હતી. તેઓએ સંદીપને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા કહ્યુ હતું.

ઇન્દરભાઇએ સંદીપને સિવિલ હોસ્પિટલ અને ખાસ કરીને ઓર્થોપેડિક અને સ્પાઇન વિભાગનો હકારાત્મક પ્રતિભાવ આપતા સંદીપ અને તેમના પરિવારે પણ સિવિલ હોસ્પિટલમાં આવીને જ સર્જરી કરાવવાની પ્રતિબધ્ધતા દાખવી અને બીજા જ દિવસે તેઓ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.

સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે તેમનું એક્સ-રે, એમ.આર.આઇ. અને સી.ટી.સ્કેન કરવામાં આવ્યુ. જેમાં જાણવા મળ્યુ કે તેમને એટલાન્ટો એક્સીઅલ ડીસલોકેશન નામની ગંભીર ઇજા થઇ છે. સામાન્ય પણે આવી ઇજામાં મણકો ડાબી અથવા જમણી બાજુએ ખસી જતો હોય છે પરંતુ સંદીપના કિસ્સામાં ગળાના ભાગનો પહેલો-બીજો મણકો (એટલાન્ટો એક્સીઅલ ડીસલોકેશન) ધૂમી ગયો હતો જે કારણોસર આ સર્જરી અતિગંભીર બની રહી હતી

(10:55 pm IST)