Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

સિસોદ્રા ગામે લીઝના વિરોધમાં બીજા દિવસે પણ ગ્રામજનોની ભૂખ હડતાલ જારી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામે ગ્રામજનો દ્વારા લીઝ બાબતે અવાર નવાર વિરોધ થતો આવ્યો છે આ વિરોધ મામલે ગામની મહિલાઓ ગઈકાલથી ગામમાં તંબુ બાંધી ઉપવાસ આંદોલન પર બેઠી હોય આજે આ આંદોલનના બીજા દિવસે પણ મહિલાઓ આ મામલે અડગ રહી લીઝ બંધ કરવા માટે સખત વિરોધ થઈ રહ્યો છે   સિસોદ્રામાં લીઝ ચાલુ કરનાર હરેશભાઈ ઓડ અને ગામ લોકો વચ્ચે લીઝ બાબતે છેલ્લા બે વર્ષથી ઘર્ષણ ચાલે છે છતાં આ બાબતનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી ત્યારે આ મામલો ક્યાં જઈને અટકશે એ હાલ કહેવું મુશ્કેલ જણાઈ છે.તંત્રએ આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લેવો જોઈએ તેમ લોકોનું માનવું છે.

(8:52 pm IST)