Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

વડોદરાના માંજલપુર વિસ્તારમાં એટીએમને નિશાન બનાવી તસ્કરોએ 15.67 લાખ રૂપિયાની ચોરી કરતા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા: કેનેરા બેન્કના એટીએમને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતી ટોળકી છેલ્લા કેટલાક સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બની છે. આ ટોળકી કેનેરા બેન્કના એટીએમ મશીનમાં ટેકનિકલ ખામી ઊભી કરી રૂપિયા કાઢી  લાખો રૂપિયાની ઉચાપત કરી બેંકને આર્થિક નુકસાન પહોંચાડી રહી છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે કેનેરા બેંકના એટીએમ મશીનમાં ટેકનિકલ ખામી ઊભી કરી 15.67 લાખની રૂપિયાની ચોરી કરવાનો બનાવ માંજલપુર પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ઇન્ફર્મેશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત તેઓની અન્ય શાખા મકરપુરા રોડ પર એસ.આર.પી નવું ગ્રુપની સામે એટલાન્ટિસ બિલ્ડિંગમાં આવી છે. જયાં પણ બ્રાન્ચના એટીએમમાંથી આ પ્રમાણેની જ પ્રવૃત્તિ આચરી અજાણ્યા શખ્સોએ ચોરી કરી હતી. જેના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા 17 મી સપ્ટેમ્બરથી 7મી ઓકટોબર દરમિયાન 68 વખત 6,61,500 રૂપિયાની મત્તાની ચોરી કરી બેંકને આર્થિક નુકસાન પહોંચાડયું હતું.

(6:12 pm IST)