Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

રાજપીપળામાં ગેરકાયદેસર પાણીના કનેક્શનો ધરાવતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ગેરકાયદેસર પાણીના નળ કનેક્શન લઈ વેરો બચાવતા લોકો પર પાલિકા હવે કડક કાર્યવવાહી કરશે.

 

  જાણવા મળ્યા મુજબ રાજપીપળા નગર પાલિકા વિસ્તારમા ગેરકાયદેસર નળ કનેકશન ધરાવતાં નાગરિકો કે જે ગેરકાયદેસર કનેક્શનો ધરાવે છે તેઓ સરકારના તા. ર૬/૮/૨૦૨૦ના ઠરાવથી નકકી કર્યા મુજબ નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો કે જેમણે નિયમ મુજબ નળ કનેકશન લીધા નથી તેવા લોકોએ કનેકશન દીઠ રૂ.૫૦૦ ભરી કનેકશન તા.31 ડિસેમ્બર સુધીમાં કાયદેસર કરાવી લેવા નહિ તો જો મુદત વિત્યા બાદ જો આવા કનેકસનો જણાશે તો તેમનો બાકી વેરો તથા ૧૦ ઘણો દંડ લઈ નગર પાલિકા અધિનિયમ મુજબની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવા મળ્યું છે

(9:06 pm IST)