Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

અમદાવાદમાં એસીબીએ સપાટો બોલાવ્યો : એડિશનલ કમિશનર ઇન્કમટેક્સ સંતોષ કરનાની રૂપિયા 30 લાખની લાંચ લેતા સંકજામાં

એસીબીની ટ્રેપની ગંધ આવતા એડિશનલ કમિશનર ફરાર : આંગડિયામાંથી રૂપિયા 30 લાખની રકમ કરી જપ્ત : ઓફીસ અને રહેઠાણ ઉપર એસીબીની તપાસ ચાલુ

અમદાવાદ : અમદાવાદ એસીબીએ મોટો સપાટો બોલાવ્યો છે.એડિશનલ કમિશનર

ઇન્કમટેક્સ સંતોષ કરનાની રૂપિયા 30 લાખની લાંચ લેતા સંકજામાં સપડાયા છે. એસીબીએ આંગડિયામાંથી રૂપિયા 30 લાખની રકમ જપ્ત કરી છે

 જણાવાઈ રહ્યું છે કે એસીબીની ટ્રેપની ગંધ આવતા એડિશનલ કમિશનર ફરાર થયા છે આ  ક્લાસ વન અધિકારી ની ઓફીસ અને રહેઠાણ ઉપર  એસીબીની તાપસ ચાલુ છે. તપાસ આસી, ડાયરેક્ટર કે, બી ચડાસમાના સુપરવાઈઝર હેઠળ પીઆઇ,પટેલ, ધ્વરા કરવામાં આવી હતી

 

(6:53 pm IST)