Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

અમદાવાદના 59 સ્થળે વરસાદ બંધ થયાના એકથી ત્રણ કલાક સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે !

પ્રી મોનસુનની કામગીરી વચ્ચે મનપાના ઈજનેર વિભાગનો ચોંકાવનારો રિપોર્ટ

અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરી પુરજોશમાં થઈ રહી હોવાના દાવા વચ્ચે શહેરમાં 59 સ્થળોએ જળબબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.AMCના ઇજનેર વિભાગે સોંપેલા રિપોર્ટ મુજબ શહેરમાં સૌથી વધુ જળભરાવની સ્થિતિ વાળા સ્થળો દક્ષિણઝોનમાં આવેલ છે.મ્યુનિસિપલ કમિશનરે ઇજનેર વિભાગને આ સ્થળોએ સવિશેષ કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.ઈજનેર વિભાગના રિપોર્ટ અનુસાર આ વિસ્તારમાં વરસાદ બંધ થયાના એકથી ત્રણ કલાક સુધી જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે.

દર  વર્ષેની જેમ આ ચોમાસા  પહેલા પણ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ મોન્શુન કામગીરી શરૂ કરવામાં આવી છે .મહત્વનું છે કે કરોડો રૂપિયાનો ખર્ચ આ પ્લાન પાછળ કરવામાં આવતો હોય છે પરંતુ શહેર માં સામાન્ય વરસાદ માં પાણી ભરાતું હોય છે. આ વર્ષે પાણી ન ભરાય તે માટે ખાસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. શહેરના વિવધ વિસ્તારોમાં રોડના કામ પૂર્ણ કરવા કામ તેજ ગતિથી ચાલી રહ્યા છે. તો શહેર ની 55 હજાર કેચપીટોને સાફ કરવાનું પણ કામ ચાલી રહ્યું છે. જ્યા ડ્રેનેજ લાઈન ની જરૂર છે ત્યાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી પણ પૂર્ણતાને આરે છે. વરસાદમાં ભુવા પાડવા ની ફરિયાદો પણ વધુ મળતી હોય છે જે ઘટના ન બને તે માટે રોડ નું રિસરફેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે.મહત્વ નું છે કે પાણી ન ભરાય તે માટે તળાવો ને પણ ઇન્ટર લિંકિંગ કરવામાં આવ્યા છે. ચોમાસાના 10 દિવસ પેહલા આ એક્ટિવિટી પૂર્ણ કરી દેવાનો  દાવો તંત્રએ કર્યો છે.

પૂર્વ વિસ્તાર દર ચોમાસા માં પાણી માં ગરકાવ થતો હોય છે. ત્યાંના અનેક વિસ્તારમાં જ્યા જુઓ ત્યાં ખોદકામ કરવામાં આવ્યું છે જેના કારણે ટ્રાફિક ની સમસ્યાથી પ્રજા પરેશાન છે.મહત્વ નું છે કે ચોમાસુ બેસી જશે અને જો વરસાદ આવશે તો આ ખાડા ને કારણે લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે.સ્થાનિકોનું કેહવું છે કે દર વખતે કામગીરી કરવામાં આવે છે પરંતુ પાણી ભરાવાનો પ્રશ્ન તો ઉભો જ રહે છે

(12:14 am IST)