Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

સુરતના પાંડેસરા GIDCની સિલ્ક મીલમાં વિકરાળ આગ ભભૂકી :10 ફાયર ફાયટર ઘટનાસ્થળે દોડ્યા

મોડી સાંજે અમીના સિલ્ક મિલમાં આગથી દોડધામ: ફાયર વિભાગ દ્વારા તુરંત જ મેજર કોલ જાહેર: ધુમાડાના ગોટેગોટા

સુરતના પાંડેસરા વિસ્તારમાં સિલ્ક મિલમાં ભીષણ આગ લાગી છે. મોડી સાંજે લાગેલી આ વિકરાળ આગ હજુ પણ ઓલવાઈ નથી. અમીના ડાઇંગ મીલમાં આ આગ લાગી છે. 10 ફાયર ફાઈટરની મદદથી આગ કાબૂ લેવા પ્રયાસ થઈ રહ્યા છે.મિલમાં કોઈ વ્યક્તિ ફસાયુ છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે.

આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા તુરંત જ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ આગને કાબેમાં લેવા 10થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.મહત્વનું છે કે, આગ ક્યાં કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જેને કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા

આગની ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા, જો કે પોલીસ દ્વારા ભીડને નિયંત્રિત કરી આગની ઘટનાને થાળે પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

(11:47 pm IST)