Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ભાજપ અને ગુજરાતીઓનો સંબંધ એક સિક્કાની બે બાજુ સમાન છે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

દેશ-દુનિયામાં પ્રગતિ, વિકાસ અને રોજગારી આપવામાં ગુજરાતીઓ અવ્વલ :ગુજરાતના સમજદાર નાગરિકો સંબંધો નિભાવવામાં માહેર

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના નેતાઓ શિક્ષણ સહિતના મુદ્દે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપનું નામ લીધા વગર પલટવાર કર્યો છે. હર્ષ સંઘવીએ કહ્યું કે ભાજપ અને ગુજરાતીઓનો સંબંધ એક સિક્કાની બે બાજુ સમાન છે. દેશ-દુનિયામાં પ્રગતિ, વિકાસ અને રોજગારી આપવામાં ગુજરાતીઓ અવ્વલ છે. ગુજરાતના સમજદાર નાગરિકો સંબંધો નિભાવવામાં માહેર છે. ભાજપનો અને ગુજરાતીઓનો સર્વશ્રેષ્ઠ સંબંધ આગળ વધારે ગાઢ બનશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને  લઇને તમામ પક્ષ પ્રચાર અને પ્રસારના મોડમાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના  દરેક ક્ષેત્રના મતદારો સુધી પહોંચી વળવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે. કેન્દ્રીય નેતાઓ પણ એક પછી એક ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. હવે દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી 6 જુને અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે.

 

(11:07 pm IST)