Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

અમુલે પશુપાલકોને આપી ભેટ : દૂધના ખરીદ ભાવમાં એક કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો

હવે પશુ પાલકોને 740 રૂપિયાનો ભાવ મળશે:ગાયના દૂધના 1 કિલો ફેટનો જૂનો ભાવ રૂપિયા 327 હતો, જે હવે 331 રૂપિયા થશે:ગાયના દૂધના કિલો ફેટે 4.50 રૂપિયાનો વધારો કર્યો

અમદાવાદ : અમુલે દૂધના ખરીદ ભાવમાં એક કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. અગાઉ પશુપાલકોને ભેંસનાદૂધના 1 કિલો ફેટના 730 રૂપિયા અપાતા હતા. હવે પશુ પાલકોને 740 રૂપિયાનો ભાવ મળશે. ગાયના દૂધના 1 કિલો ફેટનો જૂનો ભાવ રૂપિયા 327 હતો, જે હવે 331 રૂપિયા થશે. ગાયના દૂધના કિલો ફેટે 4.50 રૂપિયાનો વધારો કર્યો છે. નવો ભાવ 11 જૂનથી અમલી બનશે. અમુલના આ નિર્ણયનો આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 2 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.

ગયા વર્ષે એટલે કે 2021માં અમુલનું વાર્ષિક ટર્ન ઓવર 10 હજાર કરોડ પાર પહોંચ્યું છે. ગયા વર્ષે દૂધની આવક 131 કરોડ લીટર થઈ હતી. ચાલુ વર્ષે 150 કરોડ લીટર દૂધની આવક થઈ ચુકી છે. ખેડુતોને અંતિમ ભાવની રકમમાં પણ 9.37 ટકાનો વધારો કરાયો હતો. ગત વર્ષે 320 કરોડ અંતિમ ભાવની ચુકવણી થઈ હતી. ચાલુ વર્ષે 350 કરોડથી વધુ રકમ ખેડૂતોને ચૂકવાઈ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે મોંઘવારી સતત વધી રહી છે. જેથી પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા, દુધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને અમૂલના આ નિર્ણયથી પશુપાલકોના ચહેરા પર સ્તિમ આવી ગઇ છે. ભેંસના દુધમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરાયો છે. જેમાં ગાયના ફેટમાં કિલો ફેટે 4.50નો વધારો કરાયો છે. આ ભાવ વધારો 11 જૂન 2022થી લાગુ થશે.

 

(9:51 pm IST)