Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

છોટા ઉદેપુરના ડોલરિયા ગામના જરખલી નદીના કાંઠે ધોવાયેલા કોઝ-વેની હજુ જર્જરિત હાલતમાં

સરકાર કોઝ-વેની જગ્યાએ નાનો બ્રિજ બનાવી દે તેવી માંગ :કોઝ -વેની સમસ્યાનો અંત નહી આવે તો ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી

છોટા ઉદેપુરના ડોલરિયા ગામના જરખલી નદીના કાંઠે વસેલા ગામમાં વર્ષો પહેલા ધોવાયેલા કોઝ-વેની હજુ પણ મરમ્મત ન થતા ચોમાસા પહેલા ગ્રામજનો ચિંતિત છે. કોઝ-વેની બીજી તરફ, પીએસીસી, શાળા, બાલ મંદિર આવેલા છે અને કોઝ-વે બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસામાં નદી પસાર કરી શકતા નથી. જેથી બાળકોનો અભ્યાસ બગડે છે. ત્યારે સરકાર કોઝ-વેની જગ્યાએ નાનો બ્રિજ બનાવી દે તેવી માંગ ઉઠી છે.

ડોલરિયા ગામની વસ્તી છ હજાર આસપાસની છે અને 10થી 12 ફળિયા છે. પાંચ પ્રાઈમરી શાળા, પીએચસી અને જંગલ ખાતાની ઓફિસ પણ છે. દૂધ મંડળી અને પોસ્ટ ઓફિસ પણ આવેલી છે. પરંતુ ચોમાસામાં મુશ્કેલી પડે છે અને જો કોઝ-વેની સમસ્યાનો અંત નહી આવે તો ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે. ચોમાસામાં ગામડાઓ સંપર્ક વિહોણા થાય અને બાદમાં સરકાર અને સમગ્ર તંત્ર મદદ માટે દોડે તેના કરતા ગ્રામજનોને કોઝ-વેની સુવિધા મળે તે જરૂરી છે.

 

(9:45 pm IST)