Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

લુણાવાડામાં ચાર કોસીયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત: ટ્રકે બાઈકને અડફેટે લેતા પતિ પત્ની અને બે બાળકોના મોત

પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી: લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી: કાળમુખા ટ્રકે ચાર લોકોનો ભોગ લેતા લોકોમાં રોષ

મહિસાગર જિલ્લાના લુણાવાડામાં ચાર કોસીયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈક પર સવાર ચાર લોકોને કચડયા હતા, જેમાં એક પુરુષ-મહિલા અને બે બાળકોના મૃત્યુ થયા હતા. એક જ પરિવારના પતિ પત્ની અને બે બાળકોના મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી. ઘટનાની જાણ થતા જ લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કાળમુખા ટ્રકે ચાર લોકોનો ભોગ લેતા લોકોમાં પારાવાર રોષ જોવા મળ્યો હતો.

(8:42 pm IST)