Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

લીંબડી- રાણપુર હાઇવે પર ગંભીર અકસ્માત : બાળક સહિત ત્રણના ઘટનાસ્થળે કરૂણમોત

વેજલકા ગામના પાટીયા પાસે ભયંકર અકસ્માત સર્જાયો: ચુડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી

 

લીંબડી– રાણપુર હાઇવે પર વેજલકા ગામના પાટીયા પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. વેજલકા નજીક પીકઅપ વાન પલ્ટી મારી જતા એક બાળક સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જેમાં બે પુરૂષ અને એક આઠ વર્ષના બાળક સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.

 આ માલવાહક પીકઅપ વાહનમાં પુસ્તકો ભરેલા હતા. આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ ચુડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

 

થોડા દિવસો અગાઉ લીંબડી અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. લીંબડી તાલુકાના કટારીયા ગામ પાસે ઇકો કાર અને ખાનગી લકઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજયા હતા. જ્યારે અન્ય બે વ્યકિતને ઈજાઓ પહોંચતા 108 દ્વારા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જતા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તમને જણાવી દઈએ કે, ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

(8:38 pm IST)