Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં પાર્કિંગ બાબતે થયેલ ઝઘડાની અદાવત રાખી પિતા-પુત્ર પર હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં પાર્કિંગ બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી પિતા-પુત્ર  પર હુમલો કરવામાં આવ્યો હતો. રોશનપાર્કમાં રહેતા મોઇન પઠાણે પોલીસને કહ્યું છે કે,મારા પિતા મજરૃલ હસન પઠાણે તા.૧લીએ રાતે ઘર નજીક બાઇક પાર્ક કરવાના મુદ્દે અફસાનાબાનુ અને તેમના બે પુત્રો સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી  બીજા દિવસે સવારે અફસાનાબાનુનો પુત્ર ફિરોજ,બનેવી ઇર્શાદ તેમજ નઇમ અને નાઝિમે ઘરમાં આવી તકરાર કરી હતી.હુમલાખોરોએ મારા માથામાં સળિયા વડે અને મારા પિતા પર લાકડી વડે હુમલો કર્યો હતો અને અમને ઘર ખાલી કરીને જતા રહેવાની ધમકી પણ આપી હતી.ફતેગંજ પોલીસે ગુનો નોંધી તપાસ કરી છે.

 

(5:33 pm IST)