Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

માતાની નજર સમક્ષ સગીર પુત્રીને રિક્ષામાં ભગાડી જનાર વડોદરાના યુવકને પોલીસે ગણતરીની કલાકોમાં કલોલથી ઝડપી પાડ્યો

વડોદરાઃ સગીર પુત્રીને માતાની સામે ભગાડી જનાર યુવકને હરણી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયો હતો.

ખોડિયાર નગર ખાતે વુડાના પીળા મકાનમાં રહેતા વિષ્ણુ ભુપતભાઇ સોલંકીએ માતા સાથે કામ માટે નીકળેલી સગીર પુત્રીનું રિક્ષામાં અપહરણ કરતાં માતાએ બૂમો પાડી હતી.પરંતુ વિષ્ણુ રિક્ષા લઇ ફરાર થઇ ગયો હતો.જેથી હરણી પોલીસે અપહરણનો ગુનો નોંધી વિષ્ણુની શોધખોળ કરી હતી.

ડીસીપી પન્ના મોમાયાએ આ બનાવ અંગે હરણીના પીઆઇ એસ આર વેકરિયાના નેજા હેઠળ એક ટીમ બનાવી શોધખોળ કરતાં કલાકોમાં જ રિક્ષાચાલક ઝડપાઇ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં સગીરાનું અપહરણ કર્યા બાદ તે સાવલી અને રણોલી ખાતે છુપાયો હોવાની વિગતો બહાર આવી છે.

(5:33 pm IST)