Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

વડોદરાના તરસાલી વિસ્તારમાં સાયકલ લઈને નોકરી શોધવા નીકળેલ વૃદ્ધને કારે હડફેટે લેતા સારવાર દરમ્યાન મૃત્યુ

વડોદરા: તરસાલી વિસ્તારમાં ગત રાતે સાઇકલ  લઇને નોકરી શોધવા જતા વૃદ્ધને કાર ચાલકે ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે.જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ડભોઇ તાલુકાના સીમળિયા ગામે  રહેતા ૬૦ વર્ષના રામજીભાઇ માધવભાઇ પરમાર  હાલમાં તરસાલી રવિપાર્ક સોસાયટીમાં રહે છે.તેમનો પુત્ર વાઘોડિયા જી.આઇ.ડી.સી.માં મેડિકેર કંપનીમાં નોકરી કરે છે.ગઇકાલે રાતે તેઓ સાઇકલ લઇને  નોકરીની શોધમાં નીકળ્યા હતા.તે દરમિયાન દંતેશ્વર અમરશ્રદ્ધા ત્રણ રસ્તાથી તરસાલી તરફ આવતા  સમયે એક કાર ચાલકે તેઓને ટક્કર મારતા તેઓને ગંભીર ઇજા થઇ હતી.તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.મકરપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.જે.કે.શ્રીમાળીએ કાર ચાલક આયુષ સતિષભાઇ શર્મા  (રહે.શિવરાજપુર, તા.હાલોલ)ને ઝડપી પાડી કાર કબજે લીધી હતી.આરોપી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે.અને તે કાર લઇને ફતેગંજ જતો હતો.તે દરમિયાન અકસ્માત થયો હતો.

(5:31 pm IST)