Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

વડોદરા શહેર નજીક ગેસ એજન્સીના ગોડાઉનમાંથી સિલિન્ડરમાંથી ગેસ કાઢી લઇ વેચાણ થતું હોવાનું કૌભાંડ ઝડપી પોલીસે 4.40 લાખના મુદામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી

વડોદરા:શહેર નજીક આવેલ ગેસ એજન્સીના ગોડાઉનમાંથી એચ.પી. ગેસના બોટલો મેળવ્યા બાદ એના સીલ તોડી તેમાંથી થોડો થોડો ગેસ ગાડી લઇ અન્ય બોટલોમાં પેકિંગ કરવાની ઘટનાને અંજામ આપી રહેલા ટેમ્પો ડ્રાઇવર સહિત બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ સાથે રૂપિયા ૪.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. શહેરના છેવાડે ભીમપુરાથી અંપાડ જવાના કેનલવાળા રસ્તા પર નહેરિયા રસ્તાની બાજુમાં લીમડાના ઝાડ નીચે આરોપી પપ્પુરામ રામલાલ બીશ્ર્નોઈ (રહે. ગણપત મહાપુરાવાળાના ફાર્મ ઉપર, અંપાડ, મૂળ રહે. જોધપુર, રાજસ્થાન) તથા અનુપારામ રામલાલ બિસ્નોઈ (રહે. સદર) પોતાના આર્થિક ફાયદા સારુ એકબીજાના મેળાપીપણામાં જાહેર વિતરણ માટેના ઘરેલુ વપરાશના એચ.પી. ગેસના સીલ બંધ બોટલો જાસપુર ખાતે આવેલ રુદ્ર ગેસ એજન્સીના ગોડાઉનમાંથી મેળવી પોતાના કબજામાં ટેમ્પોમાં લીધા બાદ ગ્રાહકોને વિતરણ કરતા પહેલા એમાંથી થોડો થોડો ગેસ અન્ય ખાલી ગેસના બોટલમાં ભરી ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરી ગ્રાહકોને નિયત વજન કરતાં ઓછાં ભજનનો વિતરણ કરવાના ઈરાદે ગેસ કાઢી લેતો હતો. જે અંગેની બાતમી જિલ્લા એસ.ઓ.જી.ને મળતા ટીમે ભીમપુરાથી જવાના કેનલવાળા રસ્તા પર નહેરીયા રસ્તાની બાજુમાં આવેલા લીમડાના ઝાડ નીચે દરોડો પાડયો હતો. જ્યાં ઉક્ત બંને આરોપીઓ એચ.પી. કંપનીના સીલ મારેલા અને રીપેરીંગ કરી રીપેકિંગ કરેલાથી સળગી ઉઠે એવા પદાર્થ અંગે ગેસના બોટલમાંથી તે ગેસનો જથ્થો અન્ય અભ્યાસમાં ભરતા હતા. પોલીસે અહિં દરોડો પાડતા બંને આરોપીઓ ખુલ્લેઆમ આ ઘટનાને અંજામ આપતા ઝડપાઇ ગયા હતા. જેથી તે બંનેની અટક કરી ગુનાહિત પ્રવૃત્તિ ટાણે રેડ દરમિયાન ટેમ્પામાં મુકવામાં આવેલ ગેસના બોટલ કિંમત રૂપિયા ૧,૮૦,૨૬૫, ગેસ રીપેરીંગ કરવા ઉપયોગમાં લેવામાં આવેલ પાઇપ વજન કાંટો કિંમત ૨૦૦, મોબાઈલ કી.૧૦,૦૦૦, બે ટેમ્પો કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦ સહિત કુલ રૂ.૪,૪૦,૪૬૫ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે અગાઉ કેટલા સમયથી આરોપીઓ આવી ઘટનાને અંજામ આપતા હતા? અગાઉ આવી ઘટનાને કયારે અંજામ આપ્યો છે જેથી ગ્રાહકોને નિયત કરતા ઓછા ગેસના વજન વાળો બોટલ મળ્યો? એની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

(5:30 pm IST)