Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

વડોદરાની કડક બજાર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી આવતા ગંદા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

વડોદરા: શહેરમાં કડક બજાર વિસ્તાર માં છેલ્લા એક મહિનાથી ગંદુ પાણી આવી રહ્યું હોવાની સ્થાનિક રહીશો દ્વારા અવાર નવાર ફરિયાદો છતાં કોર્પોરેશનનું તંત્ર કામગીરી કરતું નથી જેથી લોકો હેરાન થઇ રહ્યા છે અને રોગચાળાનો ભય રહેલો છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદા પાણીની સમસ્યા વિકટ બની છે અનેક વિસ્તારોમાં ગંદુ પાણી કે પછી ઓછા પ્રેસરથી પાણી મળતું હોવાની રોજ 500 જેટલી ફરિયાદો કોર્પોરેશનને મળતી હોય છે આ માટે કોર્પોરેશનને ખાસ સેલ પણ બનાવ્યો હતો તેમ છતાં રોજેરોજની ફરિયાદોનો નિકાલ કરવામાં કોર્પોરેશનનું તંત્ર નિષ્ફળ ગયું છે. વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય તેમાં ગંદા પાણીની સમસ્યા કાયમી થઈ ગઈ છે તો હવે પશ્ચિમ વિસ્તારમાં પણ ગંદા પાણીની ફરિયાદો માં વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા એક મહિનાથી શહેરના સ્ટેશન નજીક આવેલા કડક બજાર માં ગંદુ પાણી આવી રહ્યું છે આ અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનને એક મહિનામાં પંદર વખત રજૂઆત કરી છે છતાં પણ આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી જેથી લોકોમાં રોષ વ્યાપ્યો છે. વડોદરા શહેરના કડક બજાર વિસ્તારના સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના તંત્ર ઉપર આક્ષેપ કર્યો છે કે પાણી વેરો ભરવા છતાં પણ ચોખ્ખું પીવાનું પાણી મળવામાં લોકો ને આજીજી કરવી પડે છે તેમ છતાં કોર્પોરેશનનું તંત્ર કાર્યવાહી કરતું નથી.

(5:29 pm IST)