Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

મોડાસા:ભિલોડા પંથકમાં 25થી વધુ ઉમેદવારોને નોકરી અપાવવાના બહાને 15 લાખની છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મોડાસા : ભિલોડા પંથક સહિતના વિસ્તારના ખેડૂત સહિત ૨૫થી વધુ ઉમેદવારોને બીએસએફમાં નોકરી આપવાના બહાને એક ગઠીયાએ છેલ્લા ૧ વર્ષમાં જુદાજુદા બહાને રૂ.૧૫,૦૯૧૮૦ ની રકમ પડાવી બીએસએફના નકલી ખોટા દસ્તાવેજો બનાવી ઠગાઈ આચરતાં ચકચાર મચી હતી.  જુમસરના એક ખેડૂતની ફરીયાદ બાદ ભિલોડા પોલીસે મૂળ બાયડના પરંતુ હાલ આણંદ રહેતો ગઠીયા વિરૂધ્ધ વિશ્વાસઘાત, છેતરપીંડી અને ખોટા દસ્તાવેજો બનાવવાનો ગુનો નોંધ્યો હતો. જયારે બીએસએફના નામે ચકચારી ઠગાઈ પ્રકરણની વધુ તપાસ જિલ્લા એલસીબી શાખાને સોંપાઈ હતી. 

 ભિલોડા પોલીસે આરોપી ચિરાગભાઈ અતુલભાઈ પટેલ (ઉ.વ.૨૮, રહે.આંટીયા દેવ,પો. દખણેશ્વર, તા.બાયડ, જિ.અરવલ્લી) હાલ રહે.શેઠવાળુ ફળીયુ, અરજપુરા,તા.જિ. આણંદ નાઓ વિરૂધ્ધ છેતરપિંડી,ઠગાઈ અને ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

(5:26 pm IST)