Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ગાંધીનગર નજીક આવેલ અડાલજ નર્મદા કેનાલ પાસે સળગેલી હાલતમાં પોલીસે બે હાડપિંજર મળી આવતા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી

ધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા અડાલજ નર્મદા કેનાલ પાસે ગઇકાલે પોલીસને બે હાડપિંજર સળગેલી હાલતમાં મળી આવ્યા હતા અમદાવાદ સિવિલમાં પેનલ તબીબો મારફતે તેને પોસ્ટમોર્ટમ કરાવતા સ્ત્રી-પુરૃષના મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. હાડપિંજર ઉપરથી બે વિંટી અને પુરૃષના પેન્ટના આધારે પોલીસે તેમની ઓળક માટે મથામણ શરૃ કરી છે. સાત દિવસ અગાઉ તિક્ષ હથિયારના ઘા ઝિંકીને હત્યા કરાયા હોવાનું પણ પેનલ ડોક્ટરના રિપોર્ટમાં ઉલ્લેખ છે.

ગાંધીનગર જિલ્લામાં ગંભિર પ્રકારના ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અડાલજ નર્મદા કેનાલ પાસે સ્ત્રી પુરૃષની તિક્ષ હથિયારના ઘા ઝિંકીને હત્યા કરી દિધા બાદ તેમના મૃતદેહોને સળગાવી દેવામાં આવ્યા હતા.ગઇકાલે અડાલજ પોલીસને કોઇ સ્થાનિક દ્વારા જાણ કરવામાં આવી હતી કે, અડાલજ નર્મદા કેનાલ પાસે જોગણી માતાના બ્રીજથી ઝુંડાલ જતા રોડ ઉપર ખાડામાં બે હાડપિંજર સળગેલી હાલતમાં પડયાં છે જે માહિતીને પગલે અડાલજ પોલીસ મથકના પીઆઇ ડી.બી. વાળા અને ટીમ સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં આસપાસના વિસ્તારમાંથી પણ આ હાડપિંજરના ટૂકડા મળી આવ્યા હતા કોઇ અજાણ્યા વ્યક્તિઓએ  આ બન્નેની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહો સળગાવી દિધા હોવાનું પોલીસને લાગ્યું હતું જેના પગલે આ બન્ને હાડપિંજરનું પેનલ તબીબો મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જ્યાં આ સ્ત્રી અને પુરૃષની ઉંમર ૨૫થી ૪૦ વર્ષની હોવાનું જણાયું હતું સાત દિવસ અગાઉ તેમના માથાના ભાગે તિક્ષ હથિયારના ઘા ઝિંકીને હત્યા કરવામાં આવી હતી હાલ તો અડાલજ પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરીને આ બન્નેની ઓળખ માટે મથામણ શરૃ કરી છે.

 

(5:25 pm IST)