Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

રાધાનપુરથી સાતુન જવાના રસ્તે ગેરકાયદે ખોદકામ કરી રેતી ખનન કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી

રાધનપુર: રાધનપુરથી સાતુન જવાના રોડની બન્ને સાઈડ આવેલ સરકારી જમીનમાં સ્થાનિક તંત્રની મહેરબાની હેઠળ કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરી હજારો ટન માટીની ચોરી કરવામાં આવી હતી. સરકારી જમીનમાંથી પાણી નીકળ્યું ત્યાં સુધી કરવામાં આવેલા ગેરકાયદેસર ખોદકામ બાબતે મામલતદારે અજાણ હોવાનું જણાવી તપાસ કરાવવાનું જણાવ્યું હતું. રાધનપુર થી સાતુન જવાના રોડ પર મોટાભાગની સરકારી પડતર જમીન આવેલી છે. આ જમીનમાંથી છેલ્લા કેટલાય સમયથી રાત્રી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું છે.બંને તરફનીજમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરી હજારો ટન (ખનીજ) માટીની ચોરી થઈ હોવાનું સ્થળ પર જોવા મળી રહ્યું છે.  નિયમોને નેવે મૂકી કરવામાં આવેલ ખુદ કામને લઈને જમીનમાંથી પાણી નીકળતાખોદકામના ખાડા પાણીથી ભરાઇ જતા વન્ય પ્રાણી માટે જોખમરૃપ બની જવા પામ્યા છે. ગેરકાયદેસર થયેલ ખોદકામ બાબતે ઈન્ચાર્જ મામલતદારનો સંપર્ક કરતા તેઓ જણાવેલ કે અમોને  ખબર નથી અને  તપાસ કરવા અમારા સ્ટાફને મોકલવાનું જણાવ્યું હતું. આ બાબતે તપાસ કરવા ગયેલા સર્કલ ઓફિસરે જણાવ્યું હતું કે શાંતિધામ સામે પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પ્રમાણમાં માટી નાખવામાં આવેલી છે આ માટી સરકારપુરા ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદકામ કરવામાં આવેલ તળાવ માંથી લાવવામાં આવી હોવાનું અમોને જણાવવામાં આવ્યું હતું.જો કોન્ટ્રાક્ટર દ્વારા સરકારપુરા થી માટી લાવવામાં આવી હોય તો સરકારી જમીન કોને ખોદી નાખી સરકારી જમીન ખોદી હજારો ટન માટીની ચોરી કરનાર સામે તપાસ થવી જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે.

(5:24 pm IST)