Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

રત્‍નકલાકારની પુત્રી એવન ગ્રેડ મેળવી ઝળહળી ઉઠી : રત્‍નકલાકાર પિતાનુ ગૌરવ વધારી સીએ બનાવી ઇચ્‍છા પુત્રી ગોપીએ વર્ણવી

પોતાની સફળતા પાછળનું કારણ જણાવતા ગોપીએ કહ્‍યુ : કોરોના કાળમાં તેઓએ હોશિયાર વિદ્યાર્થીનું ગૃપ બનાવી ડાઉટ અંગે ચર્ચાઓ કરતા જેમાં વાલીઓ અને અધ્‍યાપકોનો પુરો સાથ મળ્‍યો

સુરત: ધો.12 સામાન્‍ય પ્રવાહનું પરીણામ આજે જાહેર થયુ છે. જેમાં સુરતમાં હીરા ઘસવાના વ્‍યવસાય સાથે સંક્‍ળાયેલ ચીમનભાઈ વઘાસીયાની પુત્રી ગોપીએ 96.28 પી.આર. સાથે એવન ગ્રેડા મેળવી પરીવારનુ નામ રોશન કર્યુ છે. તેમજ પોતાની સફળતા પાછળનું કારણ જાણાવતા ગોપીએ કહ્‍યુ હતુ કે - કોરોના કાળમાં અમે ઓનલાઈન અભ્‍યાસને સાથે સાથે સોશિયલ મીડિયા પર હોશિયાર વિદ્યાર્થીઓનુ ગૃપ બનાવ્‍યુ હતુ. જેમા પોતાના ડાઉટ વિશે રોજ 10-12 કલાક ચર્ચા કરતા હતા...

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ. 12 સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મૂળ સૌરાષ્ટ્રની અને સુરતમાં રહેતા રત્નકલાકારની દીકરી એ ભારે સફળતા મેળવી છે. ગોપી વઘાસીયાએ 96.28 સાથે એવન ગ્રેડ મળ્યો છે. ગોપી એ જણાવ્યું હતું કે કોરોના કાળમાં તેઓએ હોશિયાર વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીને અરસ પરસ ડાઉટ ફોન કરીને ભારે મહેનત સાથે આ સફળતા મેળવી છે. જેમાં શિક્ષકો માતા-પિતાનો પૂરતો સપોર્ટ મળ્યો હતો. પિતાએ કાળી મજૂરી કરી હોવાથી આગામી સમયમાં પિતાને ગૌરવ થાય તે પ્રકારે સીએ બનીને નામ રોશન કરવાની ઈચ્છા છે.

પિતા રત્ન કલાકાર

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગુંદાશ્રી ગામના વતની ચીમનભાઈ વઘાસીયાની પુત્રી ગોપીએ ધોરણ-12માં એ વન ગ્રેડ મેળવવાની સાથે પરિવારનું નામ રોશન કર્યું છે. પિતા ચીમનભાઈ ઘણા વર્ષોથી સુરતમાં રત્નકલાકાર એટલે કે હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પપ્પાની મહેનત જોઈને ગોપીએ પણ ધોરણ 12 માં ભારે મહેનત કરી જેના કારણે આજે સારું પરિણામ મળ્યું છે.

હોશિયાર વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવ્યું

ગોપીએ જણાવ્યું હતું કે ધોરણ11 વખતે કોરોના સમય હોવાથી ઓનલાઇન અભ્યાસની સાથે સાથે હોશિયાર વિદ્યાર્થીઓનું સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવ્યું હતું. જેમાં એક બીજા પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરતા હતા સાથે જ રોજને આઠથી દસ કલાક મહેનત કરતા હતા.

સીએ બનવાની ઈચ્છા

ગોપીએ જણાવ્યું હતું કે, પિતાની ઈચ્છા કંઇક કરી બતાવવાની હતી જેના કારણે ધોરણ 12 માં ખૂબ મહેનત કરે અને આગામી સમયમાં સીએ બનીને સીએની ઓફિસ ખોલી પરિવારને મદદરૂપ થવાની તથા પરિવારનું ગૌરવ વધારે નામ રોશન કરવું છે. તથા પિતાને આજે હું એટલું જ કહીશ કે એમણે મારા માટે જે મહેનત કરી છે તે હું આગામી સમયમાં તેમને નિરાશ થવા નહીં દઉં.

પરિવારનો સપોર્ટ મળ્યો

વઘાસીયા પરિવારનો ગોપીને પૂરતો સપોર્ટ મળ્યો હતો. ગોપીનો મોટોભાઈ એલએલબી કરી રહ્યો છે. જે પણ ગોપીને મદદ કરતો હતો તથા માતા કૈલાસબેન ગોપીને રાત્રે કે જ્યારે પણ જરૂર હોય ત્યારે જાગીને સપોર્ટ કરતા હતા તથા નાસ્તો કરાવવામાં તથા રાત્રે ચા પાણી પણ કરાવતા હતા. મોટોભાઈ ગૌરવ પણ ગોપીને પણ આગળ ભણવાની પરિવારે પૂરતી મદદ કરી હતી.

(5:21 pm IST)