Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ચોમાસુ નજીક આવતા પ્રવાસીઓને દીવનો દરિયો જોવા કે નહાવા પર પ્રતિબંધ ફરમાવતા કલેકટરઃ 144ની કલમ લાગુ

દરિયામાં કરંટનું પ્રમણ વધતા મોજા ઉછળતા જાહેર હિતમાં લેવાયો નિર્ણયC

દીવઃ ચોમાસુ નજીક આવતા દીવના દરિયામાં કરંટનું પ્રમાણ વધતા મોજા ઉંચા ઉછળતા કલેકટરે પ્રવાસીઓ માટે દરિયામાં જવા કે નહાવા પર પ્રતિબંધ મુકી 144મી કલમ લાગુ કરાઇ છે. જાહેર જનતાના હિત માટે આ નિર્ણય લેવાયો છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન એટલે દીવ-દમણ. તેમાં પણ દારૂ પર પ્રતિબંધ ન હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો આ સ્થળોએ જવાનું પસંદ કરી છે. આવામાં પર્યટન સ્થળ દીવમાં પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો રહે છે. પરંતુ જો હવે તમે દીવ જવાનુ પ્લાનિંગ કરતા હોય તો નકામુ છે. કારણ કે તમે દીવના દરિયામાં પગ પણ નહિ મૂકી શકો. દીવના તમામ બીચો તેમજ દરિયામાં નાહવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લાગુ કરાઈ 144 ની કલમ

જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્મા દ્વારા 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચ તેમજ દરિયામાં ન્હાવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટકે કે તમે દીવના દરિયા કિનારે જઈને ફરી તો શકશો, પણ દરિયામાં જઈ નહિ શકો. તમે ન્હાવા માટે દરિયામાં નહિ જઈ શકો. જો તમે આવુ કરશો તો દીવ પોલીસ દ્વારા તમારી સામે કલમ 144 મુજબ કાર્યવાહી કરવામા આવશે. તમારા પર એફઆઈઆર દાખલ થઈ શકે છે. કાયદાનું ઉલ્લઘન કરનાર સામે IPC 188 અને 291 ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

શા માટે આ નિર્ણય લેવાયો

ગુજરાતમા હવે ચોમાસાની મોસમ આવશે. આ દિવસોમાં દરિયો તોફાની બને છે. દરિયામાં કરંટનુ પ્રમાણ વધતા મોજા પણ ઉંચે ઉછળે છે. આવામાં મુસાફરોના જિંદગી પર ખતરો રહે છે. લોકોના જીવને ખતરો ન રહે તો માટે આ આદેશ કરાયો છે.

હાલ આ જાહેરનામાને પગલે દીવના દરિયે પોલીસ ગોઠવી દેવામાં આવી છે. દરિયા કિનારે તૈનાત પોલીસ કર્મચારીઓ દ્વારા પર્યાટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવવામાં આવી રહ્યા છે. જો કોઈ પણ પ્રવાસ કોઈ પણ બીચના ખૂણે પણ ન્હાતો દેખાશે તો પણ તેને પકડી લેવામાં આવશે. તેથી દીવમાં ફરવા જતા લોકો આ બાબતનું ખાસ ધ્યાન રાખે.

(4:47 pm IST)