Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા એમ.ડી. ડ્રગ્‍સ વેચતા ત્રણ પેડલરોની ધરપકડ કરાઇઃ પકડાયેલા ત્રણેય આરોપી રીઢા ગુનેગાર હોવાનું ખુલ્‍યુ

અમદાવાદના ફારૂક વોરા, મારૂક અબદાસ અને સલમાન અબદાલ પાટીદાર બંધુઓ પાસેથી ડ્રગ્‍સ ખરીદી છુટક વેચતા હોવાની કબુલાત

અમદાવાદઃ અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા એમ.ડી. ડ્રગ્‍સ વેચતા ફારૂક વોરા, મારૂક અબદાસ તથા સલમાન અબદાલની ધરપકડ કરી છે. આ ત્રણેય પેડલરો રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્‍યુ છે. મુખ્‍ય સુત્રધાર પાટીદાર બંધુઓ ડાહ્યાલાલ તથા મોહનલાલને પોલીસે 42 લાખના એમ.ડી. ડ્રગ્‍સના જથ્‍થા સાથે દબોચી લીધા છે.

શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં જ એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપેલા બે પેડલરોની પૂછપરછ દરમ્યાન વધુ ખુલાસા થયા છે. અમદાવાદના જ ત્રણ પેડલરોની ધરપકડ કરવામા આવી છે. પકડાયેલ આરોપી પેડલરો ફારૂક વોરા, મારુક અબદાસ તથા સલમાન અબદાલ અગાઉ પકડાયેલા પાટીદાર બંધુઓ પાસેથી MD ડ્રગ્સનો જથ્થો ખરીદી છૂટક વેંચતા હોવાની કબૂલાત પોલીસ તપાસમાં સામે આવી છે.

પોલીસ ગિરફતમાં ઉભેલા આ ત્રણેય આરોપીઓ આમ તો રીઢા ગુનેગાર જ છે. પણ આ વખતે ડ્રગ્સની હેરાફેરી કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ફારૂક વોરા, મારુક અબદાસ તથા સલમાન અબદાલની ધરપકડ કરી છે. મહત્વનું છે કે તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચે ₹ 42 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપી ડાહ્યાલાલ પાટીદાર અને મોહનલાલ પાટીદાર નામના ભાઈઓની ધરપકડ કરી હતી. જે બન્ને આરોપીઓની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે અમદાવાદમાં હજી પણ પેડલરો છૂટક MD ડ્રગનું વેચાણ કરી રહ્યા છે. હાલમાં જ પકડાયેલ આ ત્રણેય પેડલરો બન્ને ભાઈઓના સંપર્કમાં હતા.

હાલ તો પકડાયેલા ત્રણેય આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ ત્રણેય આરોપીને પ્રાથમિક તપાસ દરમિયાન તેમનો ગુનાઇત ઇતિહાસ પણ સામે આવે છે. અમદાવાદના કંઈક એવા પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતના ગંભીર ગુનાઓ આરોપીઓ વિરુદ્ધ નોંધાવી ચૂકેલા છે. જોકે આ ડ્રગ્સ સિન્ડિકેટમાં હજી પણ કેટલાક પેડલરો અમદાવાદ માં જ ડ્રગ્સનું વેચાણ કરતા હોવાનું સામે આવતા પોલીસે તેમની વધુ પુછપરછ કરી રહી છે. ત્યારે મહત્વનું માનવામાં આવે છે કે આગામી પૂછપરછમાં અમદાવાદના બીજા અન્ય કેટલાક ડ્રગ્સ સાથેના સંપર્ક આરોપીઓના સામે આવી શકે છે.

(4:46 pm IST)