Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

પ્રાકૃતિક ખેતી તરફ સહુએ વળવુ જોઈએ : ઈન્‍ડિયન લાયન્‍સ દ્વારા જામનગરમાં કોન્‍ફરન્‍સ : ‘લીલી' નગરયાત્રા

પર્યાવરણ સ્‍વચ્‍છ બનશે તો આપણા સૌનું અને આપણા બાળકોનું ભવિષ્‍ય સુરક્ષિત બનશે : ગુજરાતમાં આ વર્ષે સંસ્‍થાની ૧૫૧ કલબનો લક્ષ્યાંક : નેશનલ ચેરમેનપદે અક્ષયભાઈ ઠક્કરની પુનઃ વરણી

રાજકોટ : ઈન્‍ડિયન લાયન્‍સ એક સ્‍વદેશી અને રાષ્‍ટ્રવાદી વિચારધારાને વરેલી સંસ્‍થા છે. જે છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં કાર્યરત છે. જેની ૭૦ થી વધુ ક્‍લબો ગુજરાતમાં વિવિધ સેવાઓ કરે છે. આ સંસ્‍થા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારતના વિચારોને સમર્પિત ૨૭ વર્ષ જૂની સંસ્‍થા છે. આ સંસ્‍થાનો હેતુ સમાજમાં રહીને સમાજના વંચિતોનો વિકાસ કરવાનો છે.

સર્વિસ વિથ નેશનલ સ્‍પીરીટના મુદ્રાલેખ સાથે ઈન્‍ડિયન લાયન્‍સ ક્‍લબ વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યો કરે છે. ત્‍યારે આ સ્‍વદેશી સેવાકીય સંસ્‍થા ઈન્‍ડિયન લાયન્‍સની ૨૩મી નેશનલ કોન્‍ફરન્‍સ યોજાઈ અને ઇન્‍ડિયન લાયન્‍સના નેશનલ ચેરમેન તેમજ તેમની ટીમનો શપથ સમારોહ છોટીકાશી જામનગરના આંગણે યોજાયેલ. આ પદગ્રહણ સમારોહ પર્યાવરણ થીમ પર આધારિત હતો. જેને લઈ શહેરમાં જાગળતિ અર્થે રેલી પણ યોજાઈ હતી. જેમાં રાજયના અલગ - અલગ શહેરોમાંથી આવેલી ઈન્‍ડિયન લાયન્‍સ સંસ્‍થાના લાયન્‍સ અને લાયોનેસ પોતાની ટીમ સાથે હાજર રહ્યા હતા. રેલી દરમ્‍યાન સંસ્‍થાના લાયન્‍સ અને લાયોનેસ પર્યાવરણ બચાવો જાગળતિના સંદેશ સાથે ગરબે ઘુમ્‍યા હતા.

 ઈન્‍ડિયન લાયન્‍સના ચીફ પેટ્રન  હિતેષભાઈ પંડ્‍યાએ કોન્‍ફરન્‍સને સંબોધન કરતાં જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ઈન્‍ડિયન લાયન્‍સની ૭૦થી વધુ ક્‍લબો છે અને હજુ આ વર્ષે ૧૫૧ ક્‍લબ થાય અને વધુને વધુ લોકોની સેવા થઈ શકે તેવો આપણો નિર્ધાર છે. ‘ગ્રીન વોરીયર્સ ફોર કલીન ઈન્‍ડિયા, ગ્રીન ઈન્‍ડિયા'ના સૂત્ર સાથે દરેક ક્‍લબ દ્વારા ૧૫૧ ક્‍લબના લક્ષ્ય સાથે ૧૫૧ વળક્ષોનું વાવેતર કરી જતન કરવું જોઈએ. દરેક સભ્‍યોએ પોતાના સંપર્કમાં આવતા ખેડૂતને પ્રાકળતિક ખેતી તરફ પ્રયાણ કરે તે માટે પ્રયાસ કરવાનો છે. ધરતી આપણી માતા છે અને મા ને ઝેર પીવડાવાનું કામ આપણે નથી કરવાનું, ધરતી મા કેમિકલ મુક્‍ત થાય તે માટે દરેક સભ્‍યોએ મહેનત કરવાની છે. આપણું પાલન પોષણ આ ધરતી માતા કરે છે તો આપણે પણ ધરતી માતાનું ઋણ ચુકવવું જોઈએ. દરેક ગામમાં શકય એટલા ખેડૂતો પ્રાકળતિક ખેતી તરફ વધે તે માટે પ્રયત્‍નશીલ રહેવું જોઈએ. ગામેગામ જઈને ઈન્‍ડિયન લાયન્‍સ ક્‍લબે પ્રાકળતિક ખેતી અને ગામનું પાણી ગામમાં જ સંગ્રહિત થાય અને એ જ પાણીથી ખેતી થાય એ સંદેશ આપવાનો છે.

ઈન્‍ડિયન લાયન્‍સના ફાઉન્‍ડર એવા કૌશિકભાઈ બુમિયાએ નેશનલના હોદ્દેદારોને સેવાના શપથ લેવડાવ્‍યા હતા અને ઈન્‍ડિયન લાયન્‍સના વ્‍યાપ વધારવા માટેના ઈન્‍ડિયન લાયન્‍સના ચીફ પેટ્રન, હિતેષભાઈ પંડ્‍યાના ૧૫૧ ક્‍લબના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે સૌને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ સાથે જ તેઓએ ઈન્‍ડિયન લાયન્‍સની ૨૭ વર્ષથી અવિરત સેવા અને વ્‍યાપ વધારવાના પ્રયાસો કર્યાં છે તેને વાગોળ્‍યાં હતા.

ઈન્‍ડિયન લાયન્‍સના ચેરમેન ઈ.લા. અક્ષયભાઈ ઠક્કરએ શપથગ્રહણ બાદ તેમના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, સતત બીજી વખત મને ઈન્‍ડિયન લાયન્‍સ ક્‍લબ દ્વારા સેવા કરવાનો અવસર મળ્‍યો છે તો હું નિષ્ઠાપૂર્વક કામ કરતો રહીશ. ‘પર્યાવરણ બચાવો' અભિયાન હેઠળ દરેક ક્‍લબે પર્યાવરણને સુરક્ષિત રાખવા પ્રયાસ કરવાનો છે. પ્રદૂષણ ઓછું કરવા વાહનોનો બિનજરૂરી ઉપયોગ ટાળવો અને શકય હોય તો સાયકલ કે ચાલતા જઈને કામ કરવાનો સંકલ્‍પ કરવો જોઈએ. આ શરૂઆત પ્રથમ તો આપણા ક્‍લબ દ્વારા થાય તે આવશ્‍યક છે. આ ચોમાસામાં આપણે દરેકે પાણી બચાવવા પ્રયાસ કરવાનો છે અને લોકોને પણ પાણી બચાવવાના અભિયાન સાથે જોડવાના છે. દરેક ગામમાં પાણી સંગ્રહ માટે વ્‍યવસ્‍થા કરીને તે પાણીથી જ ગામમાં પાણીના સ્‍તર ઉપર આવે તેવા પ્રયાસ કરવા જોઈએ. પર્યાવરણ સ્‍વચ્‍છ બનશે તો આપણા સૌનું અને આપણા બાળકોનું ભવિષ્‍ય સુરક્ષિત બનશે.

પદગ્રહણ સમારોહની સાથોસાથ રણમલ તળાવના પરિસર ખાતે ઈન્‍ડિયન લાયન્‍સ દ્વારા પર્યાવરણ થીમ ગ્રીન ઈન્‍ડિયા, ગ્રીન ગુજરાત પર રેલીનું આયોજન કરાયું હતું. રેલી બાલાહનુમાન મંદિરથી જુની આરટીઓ કચેરી સુધી યોજાએલ.

ઈન્‍ડિયન લાયન્‍સની નેશનલ કોન્‍ફરન્‍સને સફળ બનાવવા સંસ્‍થાના ચીફ પેટ્રન હિતેષભાઈ પંડ્‍યા અને ઈમિજિયેટ પાસ્‍ટ નેશનલ ચેરપર્સન આશાબેન પંડ્‍યા, અને ઈન્‍ડિયન લાયન્‍સના નેશનલ ચેરમેન અક્ષયભાઈ ઠક્કર, વનરાજભાઈ ગરૈયા (વાઈસ નેશનલ ચેરમેન), વિજયાબેન કટારીયા (નેશનલ સેક્રેટરી), સુરેશભાઈ કટારીયા(ગુજરાત સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ),  શોભનાબા ઝાલા (નેશનલ જોઈન્‍ટ સેક્રેટરી) તથા જામનગર ઈન્‍ડિયન લાયોનેસના પ્રણેતા અને કોન્‍ફરન્‍સના સંયોજક નિરૂપમાબેન વાગડીયા (પાસ્‍ટ નેશનલ સેક્રેટરી), હંસાબેન રાવલ (લાયોનેસ નેશનલ કન્‍વીનર), બીનાબેન બદિયાણી, કુમુદબેન પાઠક, નયનાબેન દવે, માલિનીબેન શાહ, આશાબેન જોશી, પ્રીતિબેન ઓઝા, પુષ્‍પાબેન આહિર, સુરેશભાઈ આહિર, અતુલભાઈ મહેતા, રાજુભાઈ સિક્કાવાળા તથા નેશનલ ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ઈ. લા. મૌલિકકુમાર આસોડિયા અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી તથા ઈન્‍ડિયન લાયન્‍સના ફાઉન્‍ડર કૌશિકભાઈ બુમિયાએ માર્ગદર્શન આપેલ.

ઈન્‍ડિયન લાયન્‍સના નેશનલ હોદ્દેદારોના નામ આ મુજબ છે. કૌશિકભાઈ બુમિયા, ફાઉન્‍ડર (વડોદરા) નેશનલ ચેરમેન, હિતેષભાઈ પંડ્‍યા(ગાંધીનગર), ચીફ પેટ્રન આશાબેન પંડ્‍યા(ગાંધીનગર), ઈમિજિયેટ પાસ્‍ટ નેશનલ ચેરપર્સન, અક્ષયભાઈ ઠક્કર(ભૂજ), નેશનલ ચેરમેન, વનરાજભાઈ ગરૈયા(રાજકોટ), નેશનલ વાઈસ ચેરમેન, વિજયાબેન કટારીયા(રાજકોટ), નેશનલ સેક્રેટરી, ધીમંતભાઈ એ. શેઠ) કો - નેશનલ ચેરમેન, રેખાબેન ચેટર્જી(વડોદરા), કો - નેશનલ ચેરમેન, શોભનાબા ઝાલા(મોરબી), નેશનલ જોઈન્‍ટ સેક્રેટરી, ભાર્ગવભાઈ દવે(વડોદરા), નેશનલ જોઈન્‍ટ સેક્રેટરી, રાધેશ્‍યામભાઈ યાદવ(ગાંધીનગર), નેશનલ જોઈન્‍ટ સેક્રેટરી, મૌલિકભાઈ આસોડિયા (ગાંધીનગર), નેશનલ ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી, કૌશિકભાઈ આર. ટાંક(રાજકોટ), નેશનલ પ્રોજ્‍કેટ ડાયરેક્‍ટર, સતીષભાઈ કડકિયા(વડોદરા), નેશનલ ટ્રેઝરર, યાસીનભાઈ એસ. રંગરેજ (વડોદરા), એડવાઈઝર, અજયભાઈ એન. ભટ્ટ (વડોદરા), એડવાઈઝર, સુભાષભાઈ પંચોલી (વડોદરા), એડવાઈઝર, અંજનાબેન નાઈક (નવસારી), એડવાઈઝર, દર્શનાબેન એ. ભટ્ટ (વડોદરા), એડવાઈઝર, જ્‍યોતિબેન એસ. પંચોલી (વડોદરા), એડવાઈઝર, હંસાબેન રાવલ(જામનગર), ઈન્‍ડિયન લાયોનેસ નેશનલ કન્‍વીનર, ઝહેરાબેન એ. મિયાગામવાલા (વડોદરા), ઈન્‍ડિયન લાયોનેસ નેશનલ કો-કન્‍વીનર, જાગળતિબેન પી. ખીમાણી(રાજકોટ), ઈન્‍ડિયન લાયોનેસ નેશનલ કો-કન્‍વીનર, પ્રફુલભાઈ પી. સોની(વડોદરા), લાયન્‍સ બ્રાન્‍ડ એમ્‍બેસેડર, પ્રિયાબેન સોની (વડોદરા), લાયોનેસ બ્રાન્‍ડ એમ્‍બેસેડર, સંજીવભાઈ યાદવ (ગાંધીનગર), નેશનલ ઓફિસ સેક્રેટરી, પીયૂષસિંહ સોલંકી (ગાંધીનગર), નેશનલ મીડિયા કન્‍વીનર, સુરેશભાઈ કટારીયા (રાજકોટ), સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ, ધીરૂભાઈ સુરેલીયા (મોરબી), સ્‍ટેટ વાઈસ પ્રેસિડેન્‍ટ, હસમુખભાઈ આર. પ્રજાપતિ (વડોદરા), સ્‍ટેટ સેક્રેટરી, મયૂરભાઈ સોની(રાજકોટ), વેસ્‍ટ સેક્‍ટર ચેરમેન, વંદનાબેન એચ. પ્રજાપતિ(વડોદરા), સાઉથ સેક્‍ટર ચેરમેન, હિમાંશુભાઈ પંચાલ(અમદાવાદ), નોર્થ સેક્‍ટર ચેરમેન, દીપીકાબેન દવે (વડોદરા), સેન્‍ટ્રલ સેક્‍ટર ચેરમેન

(3:32 pm IST)