Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

બનાવટી હથિયાર લાઈસન્‍સ રેકેટનો પર્દાફાશઃ ઉત્તરપ્રદેશના ૮ શખ્‍શો ઝડપાયા

વલસાડ એસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં મૂળ રાજકોટના વતની એવા પીઆઈ વી.બી.બારડ ટીમને વધુ એક મોટી સફળતા : ૮ રાયફલ, ૪૩ કારતૂસ, જિલ્લા મેજિસ્‍ટ્રેટ નામના ખોટા સહી સિકકા સાથે આરોપી દ્વારા આબેહૂબ અસલીને ટકકર મારે તેવા લાઈસન્‍સ તૈયાર થતાં હતાં, પ્રાથમિક તબકકે જ ૮ લાઈસન્‍સ કબ્‍જે ભારે ખળભળાટ

રાજકોટ,તા.૪: બનાવટી હથિયાર લાઈસન્‍સ આધારે ગેરકાયદે ફાયર આર્મ્‍સ ધરાવતા ઉત્તરપ્રદેશના  ૮ શખ્‍સોને વલસાડ એસ.ઓ.જી.પીઆઈ ટીમ દ્વારા એસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ઝડપી લેવા સાથે ગેરકાયદે હથિયાર, ડ્રગ્‍સ, દારૂ પકડવાનું અભિયાન આગળ ધપાવ્‍યું છે.
ઉપરોકત પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતા સીકયુરીટી ગાર્ડ તરીકે ગન હોય તો જે તે એજન્‍સી, કંપની, બેંક દ્વારા વધારે પગાર આપવામાં આવે છે. જેથી વાપી ટાઉન પો.સ્‍ટે.માં પકડાયેલ આરોપી રજનેશ પાસેથી અન્‍ય આરોપીઓએ રૂા.૨૦,૦૦૦ થી રૂા.૨૫,૦૦૦માં બનાવટી લાયસન્‍સ બનાવેલ છે અને સ્‍થાનિક જિલ્લા પોલીસ કે કલેકટર કચેરીમાં હથિયાર કે દારૂગોળા અંગે કોઈ નોંધણી કરાવેલ નથી. આ કામે પકડાયેલ લાયસન્‍સની તપાસ કરતા લાયસન્‍સ ઈસ્‍યુ કરનાર તરીકે જિલ્લા મેજીસ્‍ટ્રેટ ઈટાવાહ, જિલ્લા મેજીસ્‍ટ્રેટ ઓરૈયા, જિલ્લા મેજીસ્‍ટ્રેટ ઓરૈયા, જિલ્લા મેજીસ્‍ટ્રેટ, મેનપુરી, જિલ્લા મેજીસ્‍ટ્રેટ ફતેપુરના રાઉન્‍ડ સીલ મારેલ છે અને આરોપી રજનીશે કુલ-૬ લાયન્‍સ પોતાના સ્‍વ હસ્‍તાક્ષરમાં બનાવેલ છે.
જે આરોપી પકડાયા છે તેમાં રંજનેશકુમાર યાદવ, અજયકુમાર યાદવ, સર્વેશકુમાર પાલ, અનિલકુમાર સીંગ, શિવકુમાર પાલ, રવિશંકર અને રામવીરસિંહનો સમાવેશ છે. આરોપી પાસેથી કુલ ૮ બંદૂક, ૪૩ કાર્ટિસ અને ૮ બનાવતી હથિયાર લાયસન્‍સ કબ્‍જે કરવામાં આવેલ છે. મૂળ રાજકોટના વતની એવા વલસાડ એસ.ઓ.જી. પીઆઈ વી.બી.બારડ સહિત આ  કામગીરી નીચે મુજબના અધિકારીઓ સામેલ હતા.
કામગીરીમાં સામેલ અધિકારી / કર્મચારીઓઃ આ કામગીરીમાં શ્રી વી.બી.બારડ, પો.ઈન્‍સ, શ્રી કે.જે. રાઠોડ, પો.સ.ઈ. શ્રી એલ.જી.રાઠોડ,  એ.એસ.આઈ. સૈયદ બાબનભાઈ, હે.કો.ભાવેશ પ્રણામી, હે.કો.અશોક શર્મા, પો.કો.દિપકસિંહ, પો.કો.સહદેવસિંહ, પો.કો.કુલદિપસિંહ, પો.કો.દિગવિજયસિંહ, પો.કો.અરૂણ સીતારામ, પો.કો.ભગીરથસિંહ ચુડાસમા, પો.કો.મેહુલ, પો.કો.કેતન ચૌધરી, પો.કો.અરશદ વોરા, પો.કો.અલ્‍પેશ ડાંગર જોડાયા હતા

 

(11:58 am IST)