Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

અમદાવાદમાં બનેવીએ સગીર સાળીને હવસનો શિકાર બનાવી : સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ : ધરપકડ

સગીરાએ મોટી બહેનને હકિકતથી વાકેફ કરતા મામલો પોલીસ મથકે પહોચ્યો

અમદાવાદ સરખેજ પોલીસ મથકમાં સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બનેવીએ પોતાની સગીર સાળી ને હવસનો શિકાર બનાવી છે. છેલ્લા 15 દિવસથી આરોપી સગીરા સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. આ અંગે કોઈને ફરિયાદ ન કરવા ધમકી આપતો હતો. જોકે સગીરાએ મોટી બહેનને હકિકતથી વાકેફ કરતા મામલો પોલીસ મથકે પહોચ્યો. જે અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપી બનેવીની ધરપકડ કરી છે.

ફરિયાદી અને ભોગ બનનાર કુલ ચાર બહેનો છે. જેમાંથી સૌથી નાની બહેન કે જેની ઉંમર 17 વર્ષ અને 10 મહિના છે. તે સગીરાને તેની મોટી બહેનના પતિ એ એકલતાનો લાભ લઈ તેની સાથે પોતાની હવસ સંતોષી હતી.

આવું અવારનવાર થતા મામલો પરિવાર સમક્ષ આવ્યો. આખરે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ભોગ બનનાર અને આરોપીના મેડીકલ પરિક્ષણ કરાવી વધુ તપાસ હાથ ધરી છે

(12:56 am IST)