Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

વડોદરામાં રખડતા ઢોરે ટક્કર મારતા વિદ્યાર્થીએ ગુમાવી આંખ :ઇજાગ્રસ્તે કોર્પોરેશન પાસેથી વળતરની કરી માગ

વિદ્યાર્થીના પિતાએ આ અંગે કાર્યવાહી માટે મેયરની રૂબરૂ મુલાકાત કરી અને પોલીસ ફરિયાદ પણ કરી પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા તેમણે વકીલ મારફતે 25 લાખના વળતર માટે નોટીસ ફટકારી

વડોદરાના વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર રખડતા ઢોરે ટક્કર મારતા એક વિદ્યાર્થીને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. વિદ્યાર્થીના પિતાએ આ અંગે કાર્યવાહી માટે મેયરની રૂબરૂ મુલાકાત કરી અને પોલીસ ફરિયાદ પણ કરી હતી. પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા તેમણે વકીલ મારફતે 25 લાખના વળતર માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર, વડોદરા પોલીસ કમિશનર, વડોદરા કલેકટર અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે.

નોટિસમાં જણાવાયુ છે કે ગુજરાત પ્રોવિંસિયલ કોર્પોરેશન એક્ટ મુજબ જાહેર રસ્તા ઉપર અડચણરૂપ દબાણની કામગીરી વડોદરા કોર્પોરેશન તથા સંલગ્ન કર્મચારીઓની છે. ટ્રાફિક નિયમનની જવાબદારી પોલીસ કમિશનરની છે. કોઈ પણ પશુને જાહેરમાં રસ્તા પર રખડતું મૂકી ન શકે અને જો તેમ કરે તો તે અટકાવવાની ફરજ મ્યુનિસિપલ કમિશનર તથા તેમના તાબાના અધિકારી કર્મચારીઓની છે.

આ ઘટનામાં અધિકારી કર્મચારીઓની બેદરકારી ના કારણે હેનીલે આંખ ગુમાવી છે. જેથી પોલીસ વિભાગ અને કોર્પોરેશન વિભાગ પણ જવાબદાર બને છે. ગાય માલિક વિરુદ્ધ હજી સુધી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. ફરિયાદ છતા પાણીગેટ પોલીસ સ્ટેશન દ્વારા ફરજ ચૂક કરવામાં આવી છે.

(9:34 am IST)