Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

અમદાવાદના માઈ ભક્તે અંબાજી માતાના ચરણોમાં ચઢાવ્યો સોનાનો 118.75 ગ્રામ વજનનો મુગટ

અમદાવાદના દાતાએ સોનાનો રૂ. 5,52,000નું મૂલ્ય ધરાવતો 118.75 ગ્રામ વજનનો મુગટ મંદિરને દાનમાં આપ્યો

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા ખાતે આવેલું યાત્રાધામ અંબાજી એક શક્તિપીઠ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં માતા અંબાના ભક્તો આ મંદિરની મુલાકાત લે છે અને માતાના ચરણોમાં રોકડ-રકમ ઉપરાંત સોના-ચાંદીની વસ્તુઓની દાન કરે છે.

અમદાવાદના માઈ ભક્તે માતાના ચરણોમાં સોનાના મુગટનું દાન ધર્યું છે. અમદાવાદના દાતાએ સોનાનો રૂ. 5,52,000નું મૂલ્ય ધરાવતો 118.75 ગ્રામ વજનનો મુગટ મંદિરને દાનમાં આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, અંબાજી માતાના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવા માટેનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. દેશ-વિદેશના અનેક શ્રદ્ધાળુઓ રોકડ ઉપરાંત સોના-ચાંદીનું દાન આપીને આ કાર્યમાં પોતાનો ફાળો નોંધાવી રહ્યા છે. ઘણી વખત શ્રદ્ધાળુઓ પોતાનું નામ જાહેર કર્યા વગર ગુપ્ત દાન પણ કરતા હોય છે.

 

(9:51 pm IST)