Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કોરોના વિસ્ફોટ : પીઆઇ સહિત 10 પોલીસ પોઝિટિવ: કુલ આંક 21 થયો

બીજા 60 પોલીસ જવાનનો રિપોર્ટ આવવાનો બાકી

અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સહિત 11 પોલીસ કર્મચારી કોરોના પોઝિટિવ આવતા કોરોના વિસ્ફોટ થયો હતો. ચાંદખેડા પોલીસ સ્ટેશનના બીજા 60 જેટલા પોલીસકર્મીના રિપોર્ટ આવવાના બાકી છે. અમદાવાદ શહેરમાં ગઈકાલ રાત્રી સુધી કુલ 80 પોલીસ કર્મચારીઓ પોઝિટિવ હતા 

ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એલ.ખરાડી સહિત 11 પોલીસકર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. આ અગાઉ 10 પોલીસ જવાન કોરોનામાં સપડાયા હતા. આમ કુલ 21 પોલીસ કર્મચારી હાલ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જ્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનના બીજા 60 પોલીસ જવાનનો રિપોર્ટ આવવાનો બાકી છે.

ચાંદખેડામાં ગત રાત્રે TLGH હોસ્પિટલમાં અમિત કાપડિયા નામના યુવકનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રદીપની સારવારમાં ડોકટરોની બેદરકારીનો આક્ષેપ કરી પરિવાર, સગા સંબધીઓએ હોસ્પિટલમાં ટોડ ફોડ કરી હતી. આ મામલો શાંત પાડવા ડીસીપી ઝોન 2 વિજય પટેલ, પીઆઈ આર.એલ ખરાડી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પરિવારજનોના આક્ષેપ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ હોસ્પિટલમાં થયેલી તોડફોડ અંગે રાયોટિંગ અને એપેડેમીક એકટ મુજબ ટોળાં સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મંગળવારે TLGH હોસ્પિટલમાં બનેલી ઘટનામાં હાજર પીઆઈ ખરાડીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સાથે ફરજ પર રહેલા અને સંપર્કમાં આવેલા પોલીસ અધિકારી, કર્મચારીઓએ પણ આજે પોતાના રિપોર્ટ માટે સેમ્પલ આપ્યા છે.

અમદાવાદ શહેરમાં મંગળવારે રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ કર્મી, એસઆરપી જવાન અને હોમગાર્ડ મળી કુલ 80 લોકો કોરોના પોઝિટિવ હતા. દરમિયાનમાં આજના નવા કોરોના પોઝિટિવ પોલીસ જવાનોનો આંકડો તેમાં ઉમેરાશે.

(8:56 pm IST)