-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
વડોદરાના કલાલી ગામે મહિલાના ગળામાંથી અછોડો તોડી બાઇકસવાર ગઠિયો રફુચક્કર
વડોદરા: ઘરેથી ચાલતા ખરીદી કરવા માટે નીકળેલી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને બાઇક પર ત્રણ આરોપીઓ ફરાર થઇ ગયા હતા.જે અંગે મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કલાલી ગામ ડિવાઇન ગેલેક્સીમાં રહેતા મીનાબેન નવિનચંદ્ર દુબલ (ઉ.વ.૫૮)ગઇકાલે સાંજે સાડા પાંચ વાગ્યે ઘરની નજીક આવેલી બ્રહ્માણી દૂધ ડેરીએ ઘી લેવા માટે ગયા હતા.ત્યાંથી ઘી લઇને તેઓ ચાલતા જતા હતા.તે સમયે કિશન સિગ્નેચરની આગળ સહજ ડૂપ્લેક્સના બોર્ડ પાસેથી પસાર થતા સમયે એક બાઇક પર બે આરોપીઓ બેઠા હતા.ત્રીજો આરોપી પાછળથી આવ્યેા હતો.તેણે મીનાબેનના ગળામાંથી સોનાનો અછોડો ખેંચ્યો હતો.પરંતુ,ચેન તેઓની સાડીમાં ફસાઇ જતા માત્ર અડધી ચેન જ આરોપીઓના હાથમાં આવી હતી.અને આરોપી અડધી ચેન લઇને નજીકમાં બાઇક લઇને ઉભેલા અન્ય બે આરોપીઓની પાછળ બેસીને ફરાર થઇ ગયો હતો.ચેન તોડનાર આરોપીની ઉંમર અંદાજે ૩૦ વર્ષની હતી.અંધારૃં હોવાના કારણે મીનાબેનને બાઇકનો નંબર દેખાયો નહતો.
બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા માંજલપુર પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.આ વિસ્તારમાં ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી હાથ ધરી છે.જોકે,ત્રણ સવારી બાઇક પર ભાગી જનાર આરોપીઓ હજી મળ્યા નથી.