Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

૧૮ જેટલા અધિક કલેકટરોને આઇ.એ.એસ. કેડરમાં મૂકાશે : વહીવટી તંત્રમાં બદલીનો ઘાણવો નજીક

સંપટ, મેહુલ દવે, રમેશ મેરજા, ડી.ડી.જાડેજા, પ્રશાંત જોશી, એન.એન. દવે, પી.ડી. પલસાણા, એ.બી. રાઠોડ, એસ. કે. મોદી વગેરેને બઢતીની સંભાવના

રાજકોટ, તા. ૩ : રાજય સરકારે ૧૮ જેટલા અધિકારીઓના પ્રમોશન માટે તેમના નામોની યાદી બનાવીને તેને યુપીએસસીને સોંપી છે. જયાં રાજય સરકારના અને કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પર્સનલ એન્ડ ટ્રેઇનીંગના ટોચના અધિકારીઓ બેઠક યોજીને આજે કયા અધિકારીઓની બઢતી થશે તે નકકી કરશે. દોઢ ડઝન જેટલા જી.એ. એસ. કેડરના અધિકારીઓને આઇ.એ.એસ. કેડરમાં બઢતી આપવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ અને અન્ય અધિકારીઓ દિલ્હીમાં યોજાનાર યુ.પી.એસ.સી.ની આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે.  જે જી.એ.એસ. કેડરના અધિક કલેકટરોને આઇ.એ. એસ. કેડરમાં બઢતી મળવાના અત્યારા સંજોગો જણાય છે. તેમાં કે.સી.સંપટ, મેહુલ દવે, પી.ડી. પલસાણા, એન. એન. દવે, એ.બી. રાઠોડ, પ્રશાંત જોષી, ડી.ડી. જાડેજા વગેરેનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. આજની બેઠક બાદ ટુ઼ક સમયમાં આઇ.એ. એસ. કેડરમાં બઢતી અંગેનું જાહેરનામું બહાર પડશે. જી.એ.એસ. કેડરમાંથી બઢતી બાદ રાજયના વહીવટી તંત્રમાં સપ્ટેમ્બર અંત સુધીમાં કલેકટર ડી.ડી.ઓ. કક્ષાએ મોટાપાયે બદલી આવી રહી છે.

(11:41 am IST)