-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
તલોદ તાલુકાના હરસોલ ગામે ક્વોરીના કેમ્પસમાં પાણી પીવા ગયેલ યુવાન સાથે તકરાર કરી હુમલો કરનાર રસોઈયા વિરુદ્ધ ગુનો દાખલ
તલોદ:તાલુકાના હરસોલ ખાતે એક ક્વોરીના કેમ્પસમાં પાણી પીવા ગયેલા યુવાન સાથે ક્વોરીના રસોઇયાએ તકરાર કરીને ગળાના ભાગે બ્લેડના ઘા ઉપર ઘા દેતા ગંભીર ઇજા થઇ હતી.
હરસોળના રહીશ ને ઘટનાનો ભોગ બનનાર યુવાન વિજય (ઉર્ફે : ભૂરો) અમરસિંહ પરમાર એ નોંધાવેલ ફરિયાદ અન્વયે જોતા વિષય પરમાર તેના એક સાથી મિત્ર સાથે નજીકની ક્વોરીની કોલોની નજીક ખુલ્લામાં લગાવેલી પાણીની ચકલીઓ ઉપર પાણી પીવા ગયા હતા. ત્યારે ત્યાં હાજર એવા એક અપંગ ઇસમે તેમને રોક્યા હતા અને અહીં બહારના માણસોને અંદર આવવાની મનાઈ છે તેમ કહી દેતાં જ વિજયે તમો કોણ રોકવા વાળા ? કહેલું. બાદ તકરાર થઇ હતી. જેમાં ક્વોરીના રસોઇયા જુગનુભાઈ બુધાભાઈ આદિવાસી (રહે. સાઠંબા તા. બાયડ જિ. અરવલ્લી)એ વિજયના ગળાના ભાગે બ્લેડના ઘા ઝીંકી દીધા હતા.
જેથી ઇજાગ્રસ્ત બનેલા વિજયને તત્કાળ તેનો સાથી જશવંતસિંહ તલોદ રેફરલ હોસ્પિટલમાં લઇ ગયેલ. જ્યાં દાકતરી સારવાર મેળવવાની ભૂરા (વિજય)ને ફરજ પડી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇન્સ્પેક્ટર બી.ડી. રાઠોડ ચલાવી રહ્યા છે.