Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનું 12માં ધોરણનું ઝળહળતુ ૧૦૦ % પરિણામ વિ.સોની આયુષ્ય શાળામાં પ્રથમ

અમદાવાદ તા.1 ગત માર્ચ માં લેવાયેલ ધોરણ 12 પરીક્ષાનું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનું સંસ્કૃત માધ્યમનું ઝળહળતું ૧૦૦ ટકા પરિણામ  આવેલ છે.
પાઠશાળામાં પ્રથમ નંબરે સોની આયુષ્ય, દ્વિતીય નંબરે બારૈયા સત્યમ અને તૃતિયા નંબરે પંડ્યા શિવમ્ આવેલ છે.
તમામ સફળ વિદ્યાર્થીઓને શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, છાત્રાલય સંચાલક શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસસજી સ્વામી, પ્રધાનાચાર્ય રામપ્રિયજી અને પાઠશાળાના આચાર્ય શ્રી અર્જુનાચાર્યજીએ શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા.                        

 

(12:42 pm IST)