Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

૧૦ જૂન સુધીમાં સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં એકાદ - બે દિવસ પ્રિ-મોન્‍સુન એકટીવીટી

સ્‍થગિત થયેલ બંગાળની ખાડીની ચોમાસાની પાંખ બે દિવસથી આગળ વધી : સમગ્ર પૂર્વોત્તર રાજયોમાં ચોમાસુ બેસી ગયુ : પવનની દિશા ફરતી રહેશે : ૨૦ થી ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાશે : સાંજના સમયે પવનનું જોર વધુ રહેશે : ૫ જૂનથી ભેજનું પ્રમાણ વધશે : બફારાનો અહેસાસ થશે : દરિયાઈપટ્ટીના વિસ્‍તારમાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૩ : સ્‍થગિત થયેલ બંગાળની ખાડીની ચોમાસાની પાંખ છેલ્લા બે દિવસથી આગળ વધી છે. સમગ્ર પૂર્વોત્તર રાજયોમાં ચોમાસુ બેસી ગયુ છે તો સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં ૧૦ જૂન સુધીમાં એકાદ - બે દિવસ પ્રિ-મોન્‍સુન એકટવીટી જોવા મળશે તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યુ છે.
તેઓએ જણાવેલ કે ઘણા સમયથી બંગાળની ખાડીવાળી પાંખ સ્‍થગિત જેવી હાલતમાં હતી જે તા.૨-૩ જૂને આગળ વધી છે. જેથી આજે ઉત્તર અને મધ્‍ય બંગાળની ખાડીમાં ચોમાસુ આગળ વધ્‍યુ છે. તેમજ ગઈકાલે અને આજે સમગ્ર પૂર્વોત્તર રાજયો કવર કરી લીધા છે. સાથોસાથ પヘમિ બંગાળના પહાડી વિસ્‍તારો, સિક્કિમના ભાગોમાં પણ ચોમાસુ આજે બેસી ગયુ છે. ચોમાસુરેખા હાલમાં અરબી સમુદ્રમાં ૧૫ ડિગ્રી નોર્થ એટલે કે ગોવાના બોર્ડર ઉપર પહોંચેલ છે.
સૌરાષ્‍ટ્ર - કચ્‍છ - ગુજરાતની વાત કરીએ તો રાજયમાં છેલ્લા બે દિવસથી તાપમાન થોડુ વધ્‍યુ છે. એટલે નોર્મલથી બે ડિગ્રી ઉંચુ રહે છે. હાલ મહત્તમ તાપમાન ૪૧.૮ થી ૪૩ ડિગ્રીની રેન્‍જમાં જોવા મળે છે.
વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૩ થી ૧૦ જૂન સુધીની આગાહી કરતા જણાવ્‍યુ છે કે આગાહીના સમયમાં પવન ફરતા રહેશે. દક્ષિણ પヘમિ તો કયારેક ઉત્તર પヘમિના રહેશે. જે ૫ જૂન સુધી જોવા મળશે. ત્‍યારબાદ આગાહીના બાકીના સમયમાં દક્ષિણ પヘમિના પવન ફૂંકાશે. પવનની ગતિ ૨૦ થી ૩૫ કિ.મી.ની રહેશે. જનરલી સાંજના સમયે પવનની ઝડપી જોવા મળશે.
સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં મહત્તમ તાપમાન ૬ જૂન સુધી નોર્મલથી ઉંચુ રહેશે. ત્‍યારબાદ તાપમાન નોર્મલ નજીક આવી જશે. તા.૫ જૂનથી બપોર અને સાંજનો ભેજ ક્રમશઃ વધશે. બફારાનો અહેસાસ થશે. દરિયાઈપટ્ટીના વિસ્‍તારોમાં ભેજનું પ્રમાણ ઓવરઓલ વધુ જોવા મળશે.
તા.૬ જૂનથી ઉપલા લેવલે ઉપલા લેવલે અસ્‍થિરતા વધશે. આજથી તા.૭ જૂન સુધી ઉંચા લેવલે વાદળો છૂટાછવાયા જોવા મળશે જયારે તા.૮-૯-૧૦ જૂનના વાદળો નીચલા લેવલના જોવા મળશે. આગાહી સમયના એકાદ બે દિવસ કયાંક પ્રિ-મોન્‍સુન એકટીવીટીની શકયતા છે.

 

(3:50 pm IST)