Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

મુંબઈમાં પોલીસ વેલ્ફેર માટે યોજાતો સંગીતલક્ષી કાર્યક્રમ આ વખતે ગુજરાતમાં કરાશે : 25મીએ અમદાવાદની કર્ણાવતી ક્લબના મેદાનમાં યોજાશે સંગીત સંધ્યા

બોલીવુડ અને ઢોલીવૂડ માં રહેલા મોટાભાગના ગુજરાતી કલાકારો આપશે પર્ફોમન્સ: દરેક જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓનું થશે સન્માન: હિમાચલ રાજ્ય પોલીસનું બેન્ડ બનશે આકર્ષણ રૂપ: રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવાર માટે ઉઠાવ્યું સ્તુત્ય પગલું

અમદાવાદ :  મુંબઈમાં પોલીસ વેલ્ફેર માટે યોજાતો સંગીતલક્ષી કાર્યક્રમ આ વખતે ગુજરાતમાં યોજાશે.આગામી તા. 25 મી ફેબ્રુઆરીએ અમદાવાદની કર્ણાવતી ક્લબના મેદાનમાં હજારોની લોકોને વચ્ચે સંગીત સંધ્યા યોજાશે ..

 આ સંગીત સ્પર્ધામાં બોલીવુડ અને ઢોલીવૂડ માં રહેલા મોટાભાગના ગુજરાતી કલાકારો પર્ફોમન્સ આપશે , સંગીત સંધ્યા કાર્યક્રમમાં દરેક જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓનું સન્માન  થશે
  આ કાર્યક્રમમાં હિમાચલ રાજ્ય પોલીસનું બેન્ડ આકર્ષણ રૂપ બનશે, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવાર માટે સ્તુત્ય પગલું. ઉઠાવાયું છે

(8:41 pm IST)