Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ફી મુદ્દે અમદાવાદ સહીત રર શહેરોમાં વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

અમદાવાદઃ રાજય સરકાર દ્વારા ફી નિર્ધારણ કાયદો અમલમાં આવ્યો છે અને ત્યાર બાદ વધુ ફી વસુલતી સ્કુલો દ્વારા વાલીઓ વિરોધ પ્રદર્શન કરી રહયા છે ત્યારે  અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો છે.

 અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં શહેરની વિવિધ સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનાં વાલીઓ અહીં એકત્રિત થયા હતા અને પોસ્ટરો સાથે શાંતિથી વિરોધ નોંધાવ્યો હતો.

મોંદ્યા શિક્ષણ અને તોતિંગ ફીને લઇને વાલીઓ દ્વારા વિરોધ ચાલી રહ્યો છે. દેશના ૨૨ શહેરોમાં વાલી મંડળ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેમાં દેશની તમામ શાળાઓમાં સમાન કાયદાની માંગ કરવામાં આવી છે.

(5:12 pm IST)